Punjab : 16 માર્ચે ભગવંત માનની શપથવિધિ, અમૃતસરમાં અરવિંદ કેજરીવાલ સાથે 13 માર્ચે યોજશે રોડ શો

|

Mar 11, 2022 | 5:17 PM

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીતના એક દિવસ પછી, આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનપદના ચહેરા ભગવંત માન દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું.

Punjab : 16 માર્ચે ભગવંત માનની શપથવિધિ, અમૃતસરમાં અરવિંદ કેજરીવાલ સાથે 13 માર્ચે યોજશે રોડ શો
Bhagwant Mann ( file photo)

Follow us on

પંજાબમાં (Punjab) આમ આદમી પાર્ટી (AAP)ના ભગવંત માન (Bhagwant Mann) દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સાથે 13 માર્ચે શપથવિધિ પહેલાં પંજાબના અમૃતસરમાં રોડ શો યોજશે. ભગવંત માન 16 માર્ચે શપથ લઈ શકે છે. તમને જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીતના એક દિવસ બાદ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ભગવંત માન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું.

ચૂંટણીમાં જીત પર ભગવંત માન શું બોલ્યા ?

સરકારની રચનાના પ્રશ્ન પર માનએ કહ્યું કે નવાશહેર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાંમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ચૂંટણીમાં પક્ષની શાનદાર જીત અંગે, માનએ કહ્યું કે, લોકોએ અભિમાની લોકોને હરાવ્યા અને તેઓએ સામાન્ય લોકોને વિજયી બનાવ્યા. માન 58,206 મતોના વિશાળ માર્જિનથી ધુરી બેઠક પર જીત્યા. આમ આદમી પાર્ટીએ 117માંથી 92 બેઠકો જીતી હતી. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, પ્રકાશ સિંહ બાદલ અને અમરિંદર સિંહ સહિત ઘણા દિગ્ગજો AAP ઉમેદવારો સામે હારી ગયા.

ભગવંત માને, કેજરીવાલ અને સિસોદિયાના લીધા આશીર્વાદ

શુક્રવારે ભગવંત માન દિલ્હીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મળ્યા હતા. આ દરમિયાન ભગવંત માનએ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના ચરણ સ્પર્શ કર્યા હતા. પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન મળ્યું છે. પાર્ટીને 92 બેઠકો મળી હતી. ભગવંત માન પંજાબના સીએમ પદના ઉમેદવાર છે. જો બધુ બરાબર રહ્યું તો તેઓ 16 માર્ચે પંજાબના આગામી મુખ્યમંત્રી બની શકે છે.

પંજાબમાં AAPની મોટી જીત

જણાવી દઈએ કે ભગવંત માને ધુરીથી INCના દલવીર સિંહ ગોલ્ડીને 58 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું છે. પંજાબની 117 સીટોમાંથી AAPને 92, કોંગ્રેસને 18, અકાલી દળ અને તેમના સહયોગીઓને 4, BJP અને તેના સહયોગીને 2 અને અન્યને 1 બેઠક મળી છે.

આ પણ વાંચોઃ

Punjab: પંજાબ જીત્યા બાદ ભગવંત માન દિલ્હી પહોંચ્યા, અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને લીધા આશીર્વાદ

 

Next Article