Election 2021: 3 દિવસ, 4 રાજ્યો અને 10 રેલી, વડાપ્રધાન મોદીનો ચૂંટણીના મોસમમાં ધુંઆધાર પ્રચાર

|

Apr 03, 2021 | 12:26 PM

પીએમ મોદી ત્રણ દિવસથી સતત પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામમાં રેલીઓ કરી રહ્યા છે. બાંગ્લાદેશથી ફર્યા બાદ તેઓ સતત રેલીઓ સંબોધી રહ્યા છે.

Election 2021: 3 દિવસ, 4 રાજ્યો અને 10 રેલી, વડાપ્રધાન મોદીનો ચૂંટણીના મોસમમાં ધુંઆધાર પ્રચાર
પ્રધાનમંત્રીનો ચૂંટણી પ્રચાર

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જીતવા માટે રેલીઓ કરી રહ્યા છે. પીએમ મોદી ત્રણ દિવસથી સતત પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને આસામમાં રેલીઓ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા જ તેઓ બાંગ્લાદેશના પ્રવાસથી પાછા ફર્યા છે. આજે ત્રીજા દિવસે આસામના તામુલપુરમાં, પં. બંગાળના તારકેશ્વર અને સોનારપુર જાહેર સભાને સંબોધન કરવાના છે. આ ત્રણ દિવસનું સરવૈયું જોવા જઈએ તો પીએમ મોદી ચાર રાજ્યોની મુલાકાતે ગયા છે અને 10 ચૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે. આજની એટલે કે 4 એપ્રિલની રેલીઓ ઉમેરીને વડાપ્રધાન આ ચૂંટણી પ્રચારમાં કુલ 23 રેલીઓ પૂર્ણ કરશે.

પીએમ મોદીએ ગુરુવારે આસામથી આ ત્રણ દિવસની ચૂંટણીની યાત્રાની શરૂઆત કરી હતી. પ્રથમ દિવસે આસામના કોકરાઝાર, બંગાળના જયનગર અને ઉલુબેરિયામાં જાહેર સભાઓ યોજવામાં આવી હતી. તામિલનાડુ પહોંચ્યા પછી, તેમણે મદુરાઇમાં મીનાક્ષી મંદિરની મુલાકાત લીધી. બીજા દિવસે મદુરાઇ, કન્યાકુમારી, પાટણમથિટ્ટા, તિરુવનંતપુરમમાં રેલી કરી. આ પછી, ત્રીજા દિવસે, તેમણે તામુલપુર, તારકેશ્વર અને સોનપુરમાં લોકો સ્માક્ષ સંબોધન કર્યું. આ પહેલા પીએમ મોદી બાંગ્લાદેશની બે દિવસીય મુલાકાત બાદ ભારત પરત આવ્યા હતા.

પીએમ મોદીએ બંગાળમાં 200 થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પીએમ મોદીએ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપનું મોજું છે અને પાર્ટી 200 થી વધુ બેઠકો જીતશે. જયનગરમાં ભાજપની ચૂંટણી સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં બંગાળમાં શાંતિપૂર્ણ અને રેકોર્ડ મતદાનમાં લોકોએ ભાજપને મોટો ટેકો આપ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે થોડા અઠવાડિયા પહેલા સુધી બંગાળના લોકો કહેતા હતા કે ભાજપ આ વખતે 200 સીટો પાર કરશે. પરંતુ ભાજપે પહેલા તબક્કામાં જે પ્રકારની મજબૂત શરૂઆત કરી છે તેનાથી સ્પષ્ટ છે કે લોકોના અવાજને પણ ભગવાનનો આશીર્વાદ મળ્યો છે. બંગાળમાં ભાજપનો વિજય આંકડો 200 ને વટાવી જશે. પ્રધાનમંત્રી આ ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ઓછા સમયમાં વધુ કાર્યક્રમ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: વિડીયો બનાવીને PM મોદી-હસીનાની મજાક ઉડાવવું પડી ગયું ભારે, આ યુવકને થઇ શકે છે 14 વર્ષ સુધીની સજા

આ પણ વાંચો: કેમ કોંગ્રેસ અને બીજી પાર્ટીઓ ચૂંટણી નથી જીતી શકતી? રાહુલ ગાંધીએ કહ્યું “મારી પાસે આ વસ્તુઓ નથી”

Published On - 12:26 pm, Sat, 3 April 21

Next Article