મણિપુર ચૂંટણીના (Manipur Election) બીજા તબક્કાનું મતદાન (Voting) ચાલુ છે. આજે 22 બેઠકો પર કુલ 92 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી પંચ દ્વારા કુલ 1247 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે અને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ બીજા તબક્કાની ચૂંટણીમાં અનેક મોટા નેતાઓનું ભાવિ ઈવીએમમાં કેદ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન મણિપુરમાં ચૂંટણી હિંસાને કારણે બે લોકોના મોત થયા છે. મણિપુરમાં છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન મતદાન સંબંધિત હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે. પ્રથમ ઘટના થૌબલ જિલ્લામાં અને બીજી સેનાપતિ જિલ્લામાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફેલ વિસ્તારમાં ભાજપ નેતા સી બિજોયના ઘર પર અજાણ્યા બદમાશોએ દેશી બનાવટનો બોમ્બ ફેંક્યો હતો. વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની શરૂઆતના કલાકો પહેલા શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી.
મણિપુરમાં 38 વિધાનસભા બેઠકો માટેના પ્રથમ તબક્કાના મતદાનમાં સોમવારે હિંસાની છૂટાછવાયા બનાવો બન્યા હતા. ચુરાચંદપુર જિલ્લામાં બે હરીફ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ ઘાયલ થયો હતો, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. સિંઘાતમાં કેટલાક લોકો દ્વારા એક ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને નુકસાન થયું હતું, જેને બાદમાં બદલવામાં આવ્યું હતું.
કોંગ્રેસના કાર્યકરોએ કથિત રીતે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લંગથબાલ મતવિસ્તારના કાકવા વિસ્તારમાં બીજેપીના મતદાન મથકને નુકસાન પહોંચાડ્યું હતું, જ્યારે કેરાવ બેઠક પર હરીફ જૂથના સભ્યો દ્વારા નેશનલ પીપલ્સ પાર્ટીના ઉમેદવારના વાહનને નુકસાન થયું હતું, જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું કે ફુનાલ મારિંગ મતદાન મથક પર કેટલાક બદમાશો દ્વારા ફાયરિંગની ઘટના બની છે.
મણિપુરના ત્રણ વખતના સીએમ O Ibobi Singh અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ Gaikhangam Gangmei નું ભાવિ પણ જનતા નક્કી કરવા જઈ રહી છે. બંને નેતાઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં થૌબલ, ચંદેલ, ઉખરુલ, સેનાપતિ, તામેંગલોંગ અને જીરીબામ જિલ્લામાં મતદાન ચાલી રહ્યું છે અને કુલ 8.38 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.
જો તમામ પક્ષના ઉમેદવારોની વાત કરીએ તો ભાજપ 22, કોંગ્રેસ 18, એનપીપી 11, નાગા પીપલ ફ્રન્ટના 10 ઉમેદવારો મેદાનમાં છે. દરેક તરફથી જીતના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવાની ચર્ચા છે.
આ પણ વાંચો : UP Assembly Elections: PM મોદીએ વારાણસીમાં કહ્યું: ‘યુક્રેન મુદ્દે વિપક્ષે રાજનીતિ શરૂ કરી
આ પણ વાંચો : UP Elections-2022: ચૂંટણીના આખરી તબક્કામાં યોગી સરકારના કેબિનેટ મંત્રીઓ સાથે બળવાખોરોનુ ભાવિ દાવ પર