ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી પરિણામ 2024 Constituency Wise Vote Counting

રાજનીતિની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે. ઐતિહાસિક, પૌરાણિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી આ રાજ્યનું મહત્વ ઘણું વધારે છે. ઉત્તર પ્રદેશ એ મહાકાવ્ય, પવિત્ર નદીઓ, પ્રાચીન શહેરો અને તીર્થસ્થાનોની ભૂમિ કહેવાય છે.

ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ગૌતમ બુદ્ધ અને મહાવીરના સમયથી ઉત્તર પ્રદેશ રાજ્ય સાંસ્કૃતિક અને બૌદ્ધિક પ્રતિભાનું કેન્દ્ર રહ્યું છે. આ ધરતી પર સંત કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સુરદાસ અને સંત રવિદાસના નામથી પણ ઓળખાય છે. આધુનિક સમયમાં, એક્સપ્રેસવે, ઔદ્યોગિક કોરિડોર, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, શૈક્ષણિક અને તબીબી શ્રેષ્ઠતાના કેન્દ્રો અને સ્વદેશી ઉત્પાદનોના નિકાસકારોના નેટવર્ક સાથે દેશના અર્થતંત્રના મુખ્ય એન્જિન તરીકે ઉભરી રહ્યું છે.

રાજકારણના દૃષ્ટિકોણથી, ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે અને અહીં જે પક્ષો જીતે છે તે કેન્દ્રમાં રચાયેલી સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પીએમ નરેન્દ્ર મોદી પણ અહીંના વારાણસી લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. વારાણસી ઉપરાંત રાજધાની લખનૌ, ગોરખપુર, પ્રયાગરાજ, આગ્રા, મથુરા, ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશના મહત્વના શહેરો છે

ઉત્તર પ્રદેશ લોકસભા વિસ્તારની યાદી

રાજ્ય બેઠક ઉમેદવાર મત પાર્ટી સ્થિતિ
Uttar Pradesh Akbarpur DEVENDRA SINGH ALIAS BHOLE SINGH - BJP Won
Uttar Pradesh Fatehpur NARESH CHANDRA UTTAM PATEL - SP Won
Uttar Pradesh Hathras ANOOP PRADHAN BALMIKI - BJP Won
Uttar Pradesh Pilibhit JITIN PRASADA - BJP Won
Uttar Pradesh Ambedkar Nagar LALJI VERMA - SP Won
Uttar Pradesh Maharajganj PANKAJ CHAUDHARY - BJP Won
Uttar Pradesh Sultanpur RAMBHUAL NISHAD - SP Won
Uttar Pradesh Chandauli BIRENDRA SINGH - SP Won
Uttar Pradesh Varanasi NARENDRA MODI - BJP Won
Uttar Pradesh Bhadohi DR. VINOD KUMAR BIND - BJP Won
Uttar Pradesh Moradabad RUCHI VIRA - SP Won
Uttar Pradesh Shrawasti RAM SHIROMANI - SP Won
Uttar Pradesh Farrukhabad MUKESH RAJPUT - BJP Won
Uttar Pradesh Ghazipur AFZAL ANSARI - SP Won
Uttar Pradesh Firozabad AKSHAY YADAV - SP Won
Uttar Pradesh Aligarh SATISH KUMAR GAUTAM - BJP Won
Uttar Pradesh Mirzapur ANUPRIYA PATEL - ADAL Won
Uttar Pradesh Robertsganj CHHOTELAL - SP Won
Uttar Pradesh Pratapgarh SHIV PAL SINGH PATEL (DR. S P SINGH) - SP Won
Uttar Pradesh Salempur RAMASHANKAR RAJBHAR - SP Won
Uttar Pradesh Ghosi RAJEEV RAI - SP Won
Uttar Pradesh Nagina CHANDRASHEKHAR - ASPKR Won
Uttar Pradesh Ballia SANATAN PANDEY - SP Won
Uttar Pradesh Ghaziabad ATUL GARG - BJP Won
Uttar Pradesh Gautam Buddha Nagar MAHESH SHARMA - BJP Won
Uttar Pradesh Bulandshahr DR BHOLA SINGH - BJP Won
Uttar Pradesh Mathura HEMA MALINI - BJP Won
Uttar Pradesh Lucknow RAJNATH SINGH - BJP Won
Uttar Pradesh Badaun ADITYA SINGH YADAV - SP Won
Uttar Pradesh Aonla NEERAJ MAURYA - SP Won
Uttar Pradesh Bareilly CHHATRA PAL SINGH GANGWAR - BJP Won
Uttar Pradesh Mohanlalganj R K CHAUDHARY - SP Won
Uttar Pradesh Bansgaon KAMLESH PASWAN - BJP Won
Uttar Pradesh Hardoi JAI PRAKASH - BJP Won
Uttar Pradesh Kannauj AKHILESH YADAV - SP Won
Uttar Pradesh Agra PROF S P SINGH BAGHEL - BJP Won
Uttar Pradesh Hamirpur AJENDRA SINGH LODHI - SP Won
Uttar Pradesh Phulpur PRAVEEN PATEL - BJP Won
Uttar Pradesh Barabanki TANUJ PUNIA - INC Won
Uttar Pradesh Bahraich ANAND KUMAR - BJP Won
Uttar Pradesh Domariyaganj JAGDAMBIKA PAL - BJP Won
Uttar Pradesh Sant Kabir Nagar LAXMIKANT PAPPU NISHAD - SP Won
Uttar Pradesh Kushi Nagar VIJAY KUMAR DUBAY - BJP Won
Uttar Pradesh Dhaurahra ANAND BHADAURIYA - SP Won
Uttar Pradesh Baghpat DR RAJKUMAR SANGWAN - RLD Won
Uttar Pradesh Mainpuri DIMPLE YADAV - SP Won
Uttar Pradesh Allahabad UJJWAL REVATI RAMAN SINGH - INC Won
Uttar Pradesh Gorakhpur RAVINDRA SHYAMNARAYAN SHUKLA URF RAVI KISHAN - BJP Won
Uttar Pradesh Misrikh ASHOK KUMAR RAWAT - BJP Won
Uttar Pradesh Shahjahanpur ARUN KUMAR SAGAR - BJP Won
Uttar Pradesh Jalaun NARAYAN DAS AHIRWAR - SP Won
Uttar Pradesh Rampur MOHIBBULLAH - SP Won
Uttar Pradesh Amethi KISHORI LAL SHARMA - INC Won
Uttar Pradesh Meerut ARUN GOVIL - BJP Won
Uttar Pradesh Etah DEVESH SHAKYA - SP Won
Uttar Pradesh Bijnor CHANDAN CHAUHAN - RLD Won
Uttar Pradesh Kheri UTKARSH VERMA (MADHUR) - SP Won
Uttar Pradesh Unnao SAKSHI MAHARAJ - BJP Won
Uttar Pradesh Machhlishahr PRIYA SAROJ - SP Won
Uttar Pradesh Rae Bareli RAHUL GANDHI - INC Won
Uttar Pradesh Deoria SHASHANK MANI TRIPATHI - BJP Won
Uttar Pradesh Azamgarh DHARMENDRA YADAV - SP Won
Uttar Pradesh Sitapur RAKESH RATHOR - INC Won
Uttar Pradesh Kanpur RAMESH AWASTHI - BJP Won
Uttar Pradesh Etawah JITENDRA KUMAR DOHARE - SP Won
Uttar Pradesh Basti RAM PRASAD CHAUDHARY - SP Won
Uttar Pradesh Saharanpur IMRAN MASOOD - INC Won
Uttar Pradesh Muzaffarnagar HARENDRA SINGH MALIK - SP Won
Uttar Pradesh Kairana IQRA CHOUDHARY - SP Won
Uttar Pradesh Kaushambi PUSHPENDRA SAROJ - SP Won
Uttar Pradesh Amroha KANWAR SINGH TANWAR - BJP Won
Uttar Pradesh Jhansi ANURAG SHARMA - BJP Won
Uttar Pradesh Faizabad AWADHESH PRASAD - SP Won
Uttar Pradesh Kaiserganj KARAN BHUSHAN SINGH - BJP Won
Uttar Pradesh Fatehpur Sikri RAJKUMAR CHAHAR - BJP Won
Uttar Pradesh Jaunpur BABU SINGH KUSHWAHA - SP Won
Uttar Pradesh Banda KRISHNA DEVI SHIVSHANKER PATEL - SP Won
Uttar Pradesh Lalganj DAROGA PRASAD SAROJ - SP Won
Uttar Pradesh Sambhal ZIA UR REHMAN - SP Won
Uttar Pradesh Gonda KIRTI VARDHAN SINGH ALIAS RAJA BHAIYA - BJP Won

ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું અને મહત્ત્વનું રાજ્ય છે.આ રાજ્યમાં લોકસભાની 80 બેઠક છે, જે કેન્દ્રમાં સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વારાણસી, ગોરખપુર, લખનૌ, ગાઝિયાબાદ સહિત ઉત્તરપ્રદેશની ઘણી લોકસભા બેઠકો ચૂંટણીમાં ચર્ચિત બેઠકોમાં સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી જ ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અહીંથી સતત ત્રીજી વખત ચૂંટણી લડવાના છે. વડાપ્રધાન મોદીએ આ ચૂંટણીમાં 4,79,505 મતોથી જીત મેળવી હતી. મોદી 2014માં પહેલીવાર UPમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા.

તત્કાલીન ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની 80 બેઠકમાંથી ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએએ 62 બેઠક જીતી હતી. કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી. જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનને 15 બેઠક મળી હતી. બહુજન સમાજ પાર્ટીને 10 બેઠક મળી હતી, તો સમાજવાદી પાર્ટીને 5 બેઠક મળી હતી. ઉત્તરપ્રદેશની 2019ની સામાન્ય ચૂંટણીઓ આ અર્થમાં ખૂબ જ ચર્ચામાં રહી હતી, કારણ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમેઠી બેઠક પર ભાજપ ઉમેદવાર સ્મૃતિ ઈરાનીના સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય જયંત ચૌધરી, રાજ બબ્બર, શિવપાલ સિંહ યાદવ અને અક્ષય યાદવ જેવા મોટા ચહેરાઓને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
 

ઉત્તર પ્રદેશ સંબંધિત પ્રશ્નો અને જવાબો

પ્રશ્ન - 2019ની સામાન્ય ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં NDA ગઠબંધનનો વોટ શેર કેટલો હતો?

જવાબ- UPમાં NDA ગઠબંધનને 51.19% વોટ મળ્યા હતા.

પ્રશ્ન - UPમાં સૌથી વધુ મતોના અંતરથી કઈ બેઠક પર ઉમેદવાર જીત્યા હતા?

જવાબ- ગાઝિયાબાદમાં બીજેપી ઉમેદવાર વીકે સિંહ 5,01,500 વોટના માર્જીનથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા.

પ્રશ્ન - પૂર્વ પીએમ ચૌધરી ચરણ સિંહના પુત્ર ચૌધરી અજીત સિંહ કઈ સીટ પરથી હાર્યા હતા?

જવાબઃ ચૌધરી અજીત સિંહ મુઝફ્ફરનગર સીટ પરથી હાર્યા હતા.

પ્રશ્ન - સીએમ યોગી આદિત્યનાથના સંસદીય ક્ષેત્ર ગોરખપુરના સાંસદ કોણ છે?

જવાબ- બીજેપી ઉમેદવાર રવિ કિશન ગોરખપુર બેઠક પર સાંસદ છે.

પ્રશ્ન - સપાના વડા અખિલેશ યાદવે આઝમગઢ બેઠક પરથી કોને હરાવ્યા?

જવાબ- અખિલેશ યાદવે ભાજપના ઉમેદવાર દિનેશ લાલ યાદવ નિરહુઆને  હરાવ્યા હતા.

પ્રશ્ન - ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિ માટે કેટલી બેઠકો અનામત છે?

જવાબ- અનુસૂચિત જાતિ માટે 17 બેઠક અનામત છે.

પ્રશ્ન - યુપીમાં કોંગ્રેસના નેતૃત્વમાં UPAનો વોટ શેર કેટલો હતો?

જવાબ: UPAનો વોટ શેર 6.41% રહ્યો હતો.

પ્રશ્ન - ફિલ્મ અભિનેત્રીમાંથી રાજનેતા બનેલા જયા પ્રદા UPમાં કઈ બેઠક પર હાર્યા હતા?

જવાબ- રામપુર લોકસભા સીટ પર હાર્યા હતા

સવાલ - ચૂંટણી પહેલા BSPમાંથી હાંકી કાઢવામાં આવેલા કુંવર દાનિશ અલી 2019માં ક્યાંથી ચૂંટાયા હતા?

જવાબ - દાનિશ અલી અમરોહાથી સાંસદ બન્યા હતા.

પ્રશ્ન - જમ્મુ અને કાશ્મીરના LG મનોજ સિન્હા 2019ની ચૂંટણીમાં UPની કઈ બેઠક પરથી હાર્યા હતા?

જવાબ- મનોજ સિન્હાને ગાઝીપુર બેઠક પરથી હાર મળી હતી.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">