
મહેસાણા લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. મહેસાણા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જીત થઈ છે. ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ 316102મતથી વિજેતા થયા છે. હરિ ભાઈ પટેલની સામે કોંગ્રેસ પાર્ટીમાંથી રામજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા.જેઓની હાર થઈ છે. મહેસાણા લોકસભા બેઠકમાં 59.86 ટકા મતદાન થયુ હતુ. જ્યારે ગુજરાતનું કુલ 60.13 ટકા મતદાન થયુ છે.
ભાજપે મહેસાણા બેઠક પર હરીભાઇ પટેલ નિવૃત્ત શિક્ષક છે. હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા હતા.મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પહેલાથી જ નવા ઉમેદવારને તક આપવા માટે ભાજપને વિનંતી કરી હતી.
મહેસાણા બેઠકના ઉમેદવાર ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા વધુ એક ચહેરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા હતા.
હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ 2010માં જિલ્લા પંચાયતમાં ચૂંટાઇ આવ્યા હતા અને કારોબારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ ફરીથી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થઈ વિજેતા બન્યા હતા. હરીભાઇએ ફરીથી જિલ્લા પંચાયતમાં જીત મેળવીને પહોંચ્યા બાદ ફરી કારોબારી અધ્યક્ષ પદને સંભાળ્યુ હતુ.
2005 માં કામલી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 6000 મતોથી જીત મેળવી હતી.આ ઉપરાંત તેઓ મહેસાણા તાલુકા, બેચરાજી તાલુકાના પ્રભારી તરીકે ભાજપ તરફથી જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.
Published On - 2:08 pm, Tue, 4 June 24