મતદાન પૂર્ણ થયાના 48 કલાક બાદ, ચૂંટણી પંચ કેમ ફોર્મ 17Cના ડેટા જાહેર કરવા નથી માંગતુ, શુ છે ફોર્મ 17C ?

|

May 24, 2024 | 1:15 PM

લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થઈ ગયા છે, આગામી છઠ્ઠો તબક્કો આવતીકાલ શનિવારને 25મી મેના રોજ યોજાશે. પરંતુ ચૂંટણીને લઈને અનેક મુદ્દાઓ ચર્ચામાં આવી રહ્યા છે. ADRના ટુંકા નામે ઓળખાતા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે મતદાનમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. આ માટે એડીઆર સુપ્રીમ કોર્ટ પહોંચ્યુ છે. અને માંગ કરી હતી કે, મતદાન પૂર્ણ થયાના 48 કલાકની અંદર વોટિંગ ડેટા જાહેર કરવામાં આવે. જો કે ચૂંટણી પંચ, એડીઆરની માંગની તરફેણમાં હોય તેવું લાગતું નથી.

મતદાન પૂર્ણ થયાના 48 કલાક બાદ, ચૂંટણી પંચ કેમ ફોર્મ 17Cના ડેટા જાહેર કરવા નથી માંગતુ, શુ છે ફોર્મ 17C ?

Follow us on

લોકસભા ચૂંટણી વચ્ચે દેશમાં ફોર્મ 17C વારંવાર ચર્ચાનો વિષય બની ગયો છે. ચૂંટણી પંચે, સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, પંચની વેબસાઈટ પર ફોર્મ 17C અપલોડ કરવાથી ડેટાની વિશ્વનીયતા સાથે સંદેહ થવાની સંભાવના છે અને આવી સ્થિતિમાં તે મતદારોમાં અસુવિધા અને અવિશ્વાસ પેદા કરી શકે છે. કોઈપણ ચૂંટણીમાં હાર અને જીતનું અંતર ખૂબ નજીવુ હોઈ શકે છે.

આવા કિસ્સાઓમાં, ફોર્મ 17Cને સાર્વજનિક બનાવવાથી મતદારોના મનમાં કુલ મતદાનના આંકડા વિશે મૂંઝવણ ઊભી થઈ શકે છે, કારણ કે મતદાન પછીના આંકડાઓમાં ફોર્મ 17C મુજબ મળેલા મતો તેમજ પોસ્ટલ બેલેટ દ્વારા મળેલા મતોનો પણ સમાવેશ કરવામાં આવશે. મતદારો 17C મુજબ મળેલા મતો તેમજ પોસ્ટલ બેલેટ દ્વારા મળેલા મતોના તફાવતને સરળતાથી સમજી શકશે નહીં.

અગાઉ, સુપ્રીમ કોર્ટમાં એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સની અરજીમાં, મતદાન પૂર્ણ થયાના 48 કલાકની અંદર, લોકસભા ચૂંટણીમાં પડેલા મતોની સંખ્યા સહિત તમામ મતદાન કેન્દ્રો પર મતદાનના અંતિમ પ્રમાણિત ડેટાને સાર્વજનિક કરવાની માંગ કરી છે. ચૂંટણી પંચે, સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને એડીઆરની અરજી ફગાવવાની વિનંતી કરી છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

શું છે ફોર્મ 17C ?

ચૂંટણીના નિયમો, 1961 હેઠળ, દેશભરના દરેક મતદાન મથક પર પડેલા મતનો રેકોર્ડ ફોર્મ 17Cમાં નોંધવામાં આવે છે. આમાં મતદાન મથકનો કોડ નંબર અને નામ, મતદારોની સંખ્યા (ફોર્મ 17A), મતદારોની સંખ્યા કે જેમણે મતદાન નથી કર્યું, જે મતદારોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી નથી તેમની સંખ્યા, નોંધાયેલા મતોની સંખ્યા (ઇવીએમ ડેટામાંથી) નો સમાવેશ થાય છે. નકારવામાં આવેલા મતોની સંખ્યા, મત નકારવાના કારણો, સ્વીકૃત મતોની સંખ્યા, પોસ્ટલ બેલેટ વિશેનો ડેટા. આ તમામ ડેટા મતદાન અધિકારીઓ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે અને તે બૂથના પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા ડેટાની ચકાસણી કરવામાં આવે છે.

ફોર્મ 17Cનો બીજો ભાગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ભાગ મત ગણતરીના દિવસ સાથે સંબંધિત છે. આમાં દરેક ઉમેદવારના મતનો રેકોર્ડ હોય છે. તે ગણતરીના દિવસે નોંધવામાં આવે છે. તેમાં ઉમેદવારનું નામ અને મળેલા મતોની માહિતી હોય છે. આ બતાવે છે કે તે બૂથમાંથી ગણતરી કરાયેલા કુલ મતો કુલ પડેલા મતો જેટલા જ છે કે નહીં. કોઈપણ પક્ષ દ્વારા મતોની હેરાફેરી ન થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ડેટા મતગણતરી કેન્દ્રના નિરીક્ષક દ્વારા નોંધવામાં આવે છે. દરેક ઉમેદવાર પોતે અથવા તેમના પ્રતિનિધિ દ્વારા ફોર્મ પર સહી કરવાની હોય છે, જેની રિટર્નિંગ ઓફિસર દ્વારા ચકાસણી કરવામાં આવે છે.

17C શા માટે મહત્વપૂર્ણ છે?

મતદાન ડેટાનો ઉપયોગ ચૂંટણી પરિણામોને કાયદેસર રીતે પડકારવા માટે કરી શકાય છે. જ્યાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની વિશ્વસનીયતા પર પહેલાથી જ સવાલો ઉભા થઈ રહ્યા છે. તેથી, ફોર્મ 17Cના ડેટાથી ચૂંટણીલક્ષી છેતરપિંડી અટકાવી શકાય છે.

Next Article