કોંગ્રેસ (Congress Winning Candidate in Lok Sabha Election Results 2024)

કોંગ્રેસ દેશમાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેનારી અને સૌથી વધુ સફળ પાર્ટી છે. જો કે 2014 અને 2019ની ચૂંટણીમાં તેનું પ્રદર્શન ઘણુ ખરાબ રહ્યુ હતુ.

કોંગ્રેસને દેશની સૌથી જુની પાર્ટી હોવાનુ ગૌરવ પ્રાપ્ત છે. આ પાર્ટીની રચના 28 ડિસેમ્બર 1885માં થઈ હતી. બોમ્બે ( આજનું મુંબઈ)ની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કૉલેજમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ સત્ર માટે 72 સમાજ સુધારક, પત્રકારો અને વકીલો એક્ઠા થયા હતા. ધીમે ધીમે કોંગ્રેસ આગળ વધતી ગઈ. મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી જેવા અગણિત મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ કોંગ્રેસ પાર્ટી સાથે દેશની આઝાદીની લડાઈમાં ભાગ લીધો અને દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

આઝાદી બાદ કોંગ્રેસ સત્તા પર આવી અને પંડિત નહેરૂ સ્વતંત્ર ભારતના સૌપ્રથમ વડાપ્રધાન બન્યા. વર્ષ 1964માં તેમના મૃત્યુ સુધી તેઓ પીએમ પદ પર રહ્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી દેશના બીજા વડાપ્રધાન બન્યા. એ પછી ઈન્દિરા ગાંધી દેશના ત્રીજા અને સૌપ્રથમવાર મહિલા વડાપ્રધાન બન્યા. ઈન્દિરા ગાંધી 3 વાર પીએમ પદ પર રહ્યા હતા. તેમની હત્યા બાદ તેમના પુત્ર રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. 1991માં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજીવ ગાંધીની એક આતંકી હુમલામાં આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. 

કોંગ્રેસના નામે દેશને સૌથી વધુ પ્રધાનમંત્રી આપવાનું ગૌરવ પ્રાપ્ત છે. 1990 બાદ પીવી નરસિમ્હા રાવ અને મનમોહનસિંહ કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રધાનમંત્રી બન્યા હતા. મનમોહન સિંહ સતત 10 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા. જો કે લાંબા સમય સુધી કેન્દ્રમાં સત્તા પર રહેનારી કોંગ્રેસની સ્થિતિ છેલ્લા 10 વર્ષોમાં સતત કથળી રહી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તેને મોટો ઝટકો લાગ્યો અને માત્ર 44 સીટો પર આવીને રહી ગઈ. 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનમાં સામાન્ય સુધાર દેખાયો અને એ વખતે તેને 52 સીટો પર જીત મળી. રાજ્ય સ્તર પર કોંગ્રેસે અનેક રાજ્યોમાં સત્તા ગુમાવી છે. 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને પાર્ટીનો ગઢ ગણાતી અમેઠી બેઠક પરથી પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતના મુખ્ય રાજકીય પક્ષ (India's Major Political Parties)
Party Name Party Logo Party President Party Establishment Year
Bharatiya Janata Party જે પી નડ્ડા એપ્રિલ 1980
Indian National Congress મલ્લિકાર્જુન ખડગે ડિસેમ્બર 1885
Aam Aadmi Party અરવિંદ કેજરીવાલ નવેમ્બર 2012

Election Videos

g clip-path="url(#clip0_868_265)">