ભારતીય જનતા પાર્ટી (BJP Winning Candidate in Lok Sabha Election Results 2024)
ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં કેન્દ્રમાં 2019 સુધીમાં 5 વાર સરકાર બની છે. આ પાર્ટી તરફથી સૌપ્રથમ અટલ બિહારી વાજપેયી અને તેમના બાદ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે.
દેશની મુખ્ય બે પાર્ટીઓમાં ભારતીય જનતા પાર્ટી (BJP ) સામેલ છે. આ પાર્ટી કેન્દ્રમાં વર્ષ 2014થી સત્તામાં છે. 21 ઓક્ટોબર 1951માં ભારતીય જનસંઘ નામથી પાર્ટીની રચના કરવામાં આવી હતી. ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી તેના સૌપ્રથમ અધ્યક્ષ બન્યા. ભારતીય જનસંઘે 1951-52માં દેશમાં સૌપ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં ભાગ લીધો અને ત્રણ બેઠકો પર જીત મેળવી હતી. 1977માં જનસંઘ અન્ય દળો સાથે મળીને જનતા પાર્ટીમાં સામેલ થઈ ગઈ. જો કે જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી પરિષદે પાર્ટીની બેવડી સદસ્યતા (પાર્ટીની સદસ્યતા અને RSS) પર રોક લગાવી દીધી. જેનાથી નારાજ અનેક લોકોએ પાર્ટી છોડી દીધી.
જે બાદ 6 એપ્રિલ 1980એ ભારતીય જનતા પાર્ટીના નામથી નવા રાજનીતિક દળની રચના કરવામાં આવી. અટલ બિહારી વાજપેયી ભાજપના પહેલા સંસ્થાપક અધ્યક્ષ બન્યા. 1984માં તેમની પહેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે 2 સીટો પર જીત મેળવી હતી. 2014ની ચૂંટણીમાં ભાજપે પહેલીવાર પૂર્ણ બહુમત સાથે વિજય મેળવી સરકાર બનાવી. ભાજપને 282 બેઠકો પર જીત મળી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપે 303 સીટો જીતી હતી.
1990ના દશકમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં રામ મંદિર આંદોલનને કારણે ભાજપની લોકો વચ્ચે પકડ મજબુત બની અને 100થી વધુ બેઠકો પર જીત મેળવવામાં સફળ રહી હતી. ધીમે ધીમે પાર્ટી બહુમતની નજીક આવતી ગઈ. અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટી તરફથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા. પહેલીવાર તેઓ 13 દિવસ માટે પીએમ બન્યા હતા પરંતુ બહુમત સાબિત ન કરી શક્તા તેમણે રાજીનામુ આપવુ પડ્યુ હતુ. 1998માં તેઓ બીજીવાર પીએમ બન્યા. એ બાદ 1999માં સામાન્ય ચૂંટણીની આગેવાનીમાં એનડીએ પહેલીવાર બહુમત સાથે સત્તામાં આવી. વાજપેયી 3વાર પીએમ બન્યા. વાજપેયી સરકારમાં લાલ કૃષ્ણ અડવાણી નાયબ વડાપ્રધાન રહ્યા હતા.
વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે પોતાના દમ પર બહુમત હાંસિલ કર્યો. 336 સીટો પર કબ્જો કરી એનડીએની આગેવાની કરતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. 2019માં તેઓ અગાઉ કરતા પણ વધુ મોટી લીડ સાથે વડાપ્રધાન બન્યા. 2019માં ભાજપે 303 સીટો પર જીત મેળવી હતી. જ્યારે એનડીએના ખાતામાં 350થી વધુ બેઠકો આવી હતી. મોદી બીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા. તેઓ સતત 10 વર્ષથી શાસન કરનારા દેશના પ્રથમ બિન કોંગ્રેસી નેતા છે.
Party Name | Leads + Result | Party Logo | Party President | Party Establishment Year |
---|---|---|---|---|
Bharatiya Janata Party | જે પી નડ્ડા | એપ્રિલ 1980 | ||
Indian National Congress | મલ્લિકાર્જુન ખડગે | ડિસેમ્બર 1885 | ||
Aam Aadmi Party | અરવિંદ કેજરીવાલ | નવેમ્બર 2012 |