Gujarat Election 2022 : લોહીના સંબંધો પર ભારે પડ્યું રાજકારણ, પિતા-પૂત્ર વચ્ચે વર્ચસ્વના મુદ્દે તકરારથી રાજકારણમાં ગરમાવો

Gujarat Election 2022 : 7 ટર્મથી બેઠક ઉપર ઘણી રાજકીય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે પણ તેમને છોટુ વસાવાના પરિવારે ફાવટ આવવા દીધી નથી. આ ચૂંટણીમાં પરિવાર જ સામસામે છે ત્યારે શું સમીકરણો બદલાય છે? તે ઉપર તમામની નજર બની છે.

Gujarat Election 2022 : લોહીના સંબંધો પર ભારે પડ્યું રાજકારણ, પિતા-પૂત્ર વચ્ચે વર્ચસ્વના મુદ્દે તકરારથી રાજકારણમાં ગરમાવો
Father-son will contest elections against each other
| Edited By: | Updated on: Nov 17, 2022 | 10:21 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક દેશના દિગ્ગ્જ રાજકીય વિશ્લેષકો અને રાજકીય પક્ષનું ધ્યાન ખેંચી રહી છે. અહીં ચૂંટણી જંગમાં રાજકીય પાર્ટીઓ નહિ પણ પરિવારના સભ્યો વચ્ચે થવા જઈ રહી છે. ઝઘડિયા બેઠક ઉપર વર્ષ 1990 બાદ એકજ ધારાસભ્ય ત્રણ દાયકાથી ચૂંટાઈને આવ્યા છે. આ બેઠક ઉપર ગુજરાતના નિર્માણથી લઈ અત્યાર સુધી ક્યારેય ભગવો લહેરાયો નથી. આ બેઠક ઉપર છોટુ વસાવા અને તેમના પરિવારે જે રાજકીય પક્ષનો હાથ પકડ્યો તે પાર્ટીના ફાળે બેઠક રહી છે. આ વખતે સંજોગો ખુબ અલગ છે. ચૂંટણીમાં છોટુ વસવાનાપરિવારમાં રાજકીય દાવપેચના ભાગલા નજરે પડી રહ્યા છે. જે પરિવારનો નિર્ણય આદિવાસીઓ માટે સર્વમાન્ય રહ્યો છે ત્યાં હાલ એકજ છત નીચે રહેતા ત્રણ પિતા-પુત્રોએ ઉમેદવારી નોંધાવી મતદારોને ચોંકાવી દીધા છે.

7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવાની પુત્રએ ટિકિટ કાપી

સતત 7 ટર્મના ધારાસભ્ય છોટુ વસાવા ગત ટર્મમાં તેમના પરિવારે ઉભી કરેલી પાર્ટી BTP ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. છોટુભાઈની તેમના મોટા પુત્ર મહેશ વસાવાએ ટિકિટ કાપી જાતે BTP ના બેનર હેઠળ ઝઘડિયા બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે. BTP ના અધ્યક્ષ મહેશ વસાવાના આ નિર્ણય બાદ પારિવારિક તકરાર સપાટી ઉપર આવી હતી. મહેશ વસાવા સામે તેમના પિતા અને માજી ધારાસભ્ય છોટુ વસાવાએ એક્સ ઉમેદવારી નોંધાવી તો પાછળ છોટુભાઈના નાના પુત્ર દિલીપ વસાવાએ પણ ટેકેદાર મારફતે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જંપલાવી દીધું હતું જોકે ફોર્મ ખેંચવાના એક દિવસ પહેલા દીલીપે ઉમેદવારી પરત ખેંચી પારિવારિક તકરાર સમાધાન તરફ આગળ વધી રહી હોવાના સંકેત આપ્યા હતા. ચૂંટણી જંગમાં છબીને અસર પાડવા છતાં આક્રમકઃ નેતા અને બાહુબલી તરીકે ઓળખાતા છોટુ વસાવાએ ક્યારેય પુત્રો વિરુદ્ધ નિવેદન ન કરી સમાધાનની ફોર્મ્યુલા પ્રગતિમાં હોવાના સંકેત આપ્યા છે.

પુત્ર સામે પિતાએ અપક્ષ ઉમેદવારી કરી

છોટુ વસાવાની ટિકિટ કાપી ઝઘડિયામાં જાતે ઉમેદવારી કરનાર મહેશ વસાવાની કરની અને કથની પણ સામાન્ય માણસને સમજમાં આવે તેવી નથી. એકજ છત નીચે રહી પિતા સામે ચૂંટણી મેદાનમાં ઉતરેલા મહેશ વસાવા પિતાના આદર્શો અને વિચારધારાને વળગીને ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે.

છોટુ વસાવા સામે ચેલો પણ મેદાનમાં ઉતર્યો

ચૂંટણી જંગમાં ભાજપનો ઉમેદવાર પણ છોટુ વસાવાના પરિવારનો નિકટનો કાર્યકર જ છે. ભાજપ ઉમેદવાર રિતેશ વસાવા એક સમયે છોટુભાઈને ગુરુ માની તેમની વિચારધારા સાથે ચાલતા હતા. બાદમાં ખટરાગ થયો અને રિતેશ અલગ પડ્યો જેને બાદમાં ભાજપાએ ટિકિટ આપી છે. રિતેશ આજે છોટુભાઈને ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર નથી.

7 ટર્મથી બેઠક ઉપર ઘણી રાજકીય પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું છે પણ તેમને છોટુ વસાવાના પરિવારે ફાવટ આવવા દીધી નથી. આ ચૂંટણીમાં પરિવાર જ સામસામે છે ત્યારે શું સમીકરણો બદલાય છે? તે ઉપર તમામની નજર બની છે.

 

 

Published On - 10:03 am, Thu, 17 November 22