Gujarat Election 2022: ગુજરાતમાં કોણ જીતશે ચૂંટણીનો જંગ? ભાજપ, કોંગ્રેસ કે આપ

|

Nov 03, 2022 | 5:11 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election) તારીખો જાહેર થઈ ચૂકી છે. કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થશે.

Gujarat Election 2022: ગુજરાતમાં કોણ જીતશે ચૂંટણીનો જંગ? ભાજપ, કોંગ્રેસ કે આપ

Follow us on

કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે વિધીવત રીતે જાહેરાત કરી છે. ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર તથા બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે.

TV9 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપો તમારો અભિપ્રાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ચૂંટણી પહેલા જ TV9 ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે તમારો અભિપ્રાય આપી શકો છે.

Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત

ગુજરાતમાં કોણ જીતશે ચૂંટણીનો જંગ ?

A. ભાજપ

B. કોંગ્રેસ

C. આપ

જો તમે Twitter પર તમારો અભિપ્રાય આપવા માંગો છો તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો. જેમાં 3 વિકલ્પ આપવામાં આવેલ છે.

જો તમે TV9 ગુજરાતીની YouTube ચેનલ પર તમારો અભિપ્રાય આપવા માંગો છો તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો. જેમાં 3 વિકલ્પ આપવામાં આવેલ છે.

 

 

જો તમે Instagram પર તમારો અભિપ્રાય આપવા માંગો છો તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો. જેમાં 3 વિકલ્પ આપવામાં આવેલ છે.

 

https://instagram.com/stories/tv9gujarati/2963213937835808839?igshid=YmMyMTA2M2Y=

 

પહેલા તબક્કામાં 89 બેઠક પર થશે મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન યોજાશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

જાણો ગુજરાત વિધાનસભા ચૂંટણીનું સમગ્ર શેડ્યુલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. જો સમગ્ર શેડ્યુલની વાત કરીએ તો પ્રથમ તબક્કાનું જાહેરનામુ 5 નવેમ્બરના રોજ જાહેર થશે. તો બીજા તબક્કાનું જાહેરનામુ 10 નવેમ્બરના રોજ જાહેર થશે. સાથે જ પ્રથમ તબક્કાની ઉમેદવારી 14 નવેમ્બરના રોજ નોંધાવી શકશે, તો બીજા તબક્કાની ઉમેદવારી 17 નવેમ્બરના રોજ નોંધાશે. ઉપરાંત પ્રથમ તબક્કાની ફોર્મ ચકાસણી 15 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ફોર્મ ચકાસણી 18 નવેમ્બરના રોજ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર અને બીજા તબક્કાની ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે.

નોંધ : તમને આ સમાચાર કેવા લાગ્યા અને તેને લઈને શું કહેવા માગો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો.

Published On - 5:05 pm, Thu, 3 November 22

Next Article