Wankaner Election Result 2022 LIVE Updates : મોરબીની વાંકાનેર બેઠક ઉપર ભાજપના જીતુ સોમાણીની જીત

|

Dec 08, 2022 | 2:55 PM

Wankane MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: મોરબીની વાંકાનેર બેઠક પર ભાજપના જીતુ સોમાણીની જીત થઈ છે. જીતુ સોમાણી 4 હજારથી વધુ મતની બહુમતીથી જીત મેળવી છે

Wankaner Election Result 2022 LIVE Updates : મોરબીની વાંકાનેર બેઠક ઉપર ભાજપના જીતુ સોમાણીની જીત
Wankane

Follow us on

ગુજરાતની વાંકાનેર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election  મોરબીની વાંકાનેર બેઠક પર ભાજપના જીતુ સોમાણીની જીત થઈ છે. જીતુ સોમાણી 4 હજારથી વધુ મતની બહુમતીથી જીત મેળવી છે ત્યારે આ વખતની ટર્મમાં કોંગ્રેસે મહંમદ જાવેદ અબ્દુલ મુત્તાલીબને ટિકિટ આપી વાંકાનેર થી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 722833ની જંગમ મિલકત છે. તેમને Bed સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપના જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીને ટિકિટ આપી. તેમની પાસે રૂપિયા 346005983ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને diploma સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વિક્રમ સોરાણીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 345000 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો ધોરણ 9 પાસ કર્યુ છે.

2017ની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો

વાંકાનેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસ સતત ત્રણ ટર્મથી ભાજપને મ્હાત આપી રહ્યું છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાંકાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાએ ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને 1,361 માર્જિનથી હરાવ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાએ વર્ષ 2012 અને 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જીતેન્દ્ર સોમાણીને હરાવ્યા હતા. તો વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર જ્યોત્સના સોમાણીએ કોંગ્રેસ ઉમેદવાર મોહમ્મદ પીરઝાદાને હરાવ્યા હતા અને જીત મેળવી હતી.

રાજકીય સમીકરણ

વાંકાનેરમાં 27 ટકા મુસ્લિમ મતદારો છે અને કોંગ્રેસ ધારાસભ્ય મોહમ્મદ પીરઝાદાને હિન્દુ મતદારોનું સમર્થન પણ છે. વાંકાનેર વિધાનસભા બેઠક પર છેલ્લા 15 પર વર્ષથી કોંગ્રેસનો દબદબો છે. ગુજરાતમાં મોદીના શાસનકાળ દરમિયાન વર્ષ 2007 અને 2012માં પણ કોંગ્રેસે આ સીટ જાળવી રાખી હતી. ત્યારે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ આ બેઠક પર કોંગ્રેસને હરાવી શકે છે કે નહીં તે મહત્વપૂર્ણ રહેશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

જ્ઞાતિ-જાતિના સમીકરણ

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,44,608 મતદારો છે, જેમાંથી 1,16,875 મહિલા ઉમેદવાર છે અને 1,27,733 પુરુષ ઉમેદવાર છે. આ બેઠક પર લઘુમતી અને કોળી સમાજનો દબદબો જોવા મળી રહ્યો છે. આ મતવિસ્તારમાં લઘુમતી સમાજના 21.63 ટકા મતદાર, તળપદા કોળી સમાજના 14.88 ટકા મતદાર, ચુંવાળીયા કોળી સમાજના 11.49 ટકા મતદાર, લેઉઆ પટેલના 10.10 ટકા મતદાર, માલધારી સમાજના 8.11 ટકા મતદારો છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 2:53 pm, Thu, 8 December 22

Next Article