
ગુજરાતની વિસાવદર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election જૂનાગઢની વિસાવદર બેઠક પર આપના ઉમેદવાર ભુપત ભાયાણીની જીત થઈ છે. આ બેઠક પર રસાકસીનો જંગ જામ્યો હતો. આપના ઉમેદવાર ભુપત ભાયાણીએ ભાજપ હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના ઉમેદવાર કરશન વડોદરિયા સામે ભવ્ય જીત મેળવી છે. મોદી મેજિક સામે પણ તેઓ પોતાના પક્ષ માટે બેઠક જીતવામાં સફળ રહ્યા હતા.
આ વખતની ટર્મમાં કોંગ્રેસે કરશન વડોદરિયાને વિસાવદરથી ટિકિટ આપી છે. તેમની જંગમ મિલકત 3084181 છે. તેમને ધોરણ BA LLB સુધીનો અભ્યાસ કર્યો હતી. ત્યારે ભાજપે હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી અને ઉમેદવાર બનાવ્યા હતા. તેમની પાસે રૂપિયા 13,29,985ની જંગમ મિલકત છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ભૂપેન્દ્રભાઈ ભાયાણીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 982524.58ની જંગમ મિલકત છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે.
આ બેઠક પર અંદાજીત કુલ 2,58,104 મતદારો છે. જેમાં અંદાજે 1,34,870 પૂરૂષ મતદારો છે, જ્યારે 1,23,232 સ્ત્રી મતદારો છે. આ બેઠક પર 1,35,000 પાટીદાર મતદારો છે. જ્યારે 21,000 દલિત મતદારો, 20,000 કોળી મતદારો, 12,000 મુસ્લિમ મતદારો છે.
આ બેઠક પર અંદાજે સવા લાખ પાટીદાર મતદારો છે. જેથી છેલ્લા કેટલાક વર્ષોમાં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે કોંગ્રેસને માત્ર વિસાવદર બેઠક પર જ નહીં, પરંતુ જૂનાગઢ જીલ્લાની અન્ય બેઠકોમાં પણ લાભ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સંત અને શૂરા માટે જાણીતી સોરઠની ભૂમિ પરના જ્ઞાતિના કોયડા ઉકેલવા એ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો માટે હંમેશા અઘરા રહ્યા છે. અહીં ભાજપે 1995થી 2007 સુધી સતત ચાર ટર્મ રાજ કર્યુ હતું.
વિસાવદર બેઠક પર અનેક પાયાની જરૂરિયાતોનો અભાવ જનતામાં રોષનું કારણ છે. લોકોને પૂરતી આરોગ્ય સુવિધા ન મળતા રાજકોટ-અમદાવાદ કે દૂર દૂર સુધી સારવાર માટે જવું પડે છે. સરકારી હોસ્પિટલોની સુવિધાઓને પણ ખાનગી હોસ્પિટલો જેટલી સરળ અને ઝડપી બનાવવાની માંગ લોકોમાં મુખ્ય છે.
આ પણ વાંચો: