Viramgam Election Result 2022 LIVE Updates: વિરમગામ બેઠક પરથી ભાજપે કોંગ્રેસને આપી ટક્કર, ભાજપના હાર્દિક પટેલની 52 હજારથી વધુ મતથી જીત

|

Dec 08, 2022 | 2:53 PM

Viramgam MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે ભાજપના તેજશ્રીબેનને હરાવ્યા હતા. વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપના હાર્દિક પટેલની 52 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના લાખા ભરવાડની હાર થઈ છે.

Viramgam Election Result 2022 LIVE Updates: વિરમગામ બેઠક પરથી ભાજપે કોંગ્રેસને આપી ટક્કર, ભાજપના હાર્દિક પટેલની 52 હજારથી વધુ મતથી જીત
Viramgam Election Result 2022

Follow us on

ગુજરાતની વિરમગામ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપના હાર્દિક પટેલની 52 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના લાખા ભરવાડની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 934071 ની જંગમ મિલકત છે. તેમણે B.COM સુધીનો અભ્યાસ કર્યો છે. કોગ્રેંસે લાખાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 22504725.44 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનો અભ્યાસ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અમરસિંહ ઠાકોરને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 4250307 ની જંગમ મિલકત છે. તેમણે ધોરણ-11 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે.

કોંગ્રેસના લાખા ભરવાડે ભાજપના તેજશ્રીબેનને હરાવ્યા હતા

વિરમગામ વિધાનસભા બેઠક પર વર્ષ 2012માં કોંગ્રેસના તેજશ્રીબેન પટેલ વિજય થયા હતા, જ્યારે 2017માં પક્ષ પલટો કરીને આવેલા તેજશ્રીબેન પટેલને ભાજપે ટીકિટ આપી હતી. તેમ છતા કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડે તેજશ્રીબેનને હરાવ્યા હતા. ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન પટેલને 69,630, કોંગ્રેસ ઉમેદવાર લાખા ભરવાડને 76,178 મત જ્યારે અપક્ષ તરીકે ઉભા રહેલ ધ્રુવ જાદવને 12,069 મત મળ્યા હતા.

જાતિગત સમીકરણ

વિરમગામ બેઠક પર ઠાકોર, પટેલ, દલીત, મુસ્લિમ, કોળી પટેલ, દરબારો મતદારોનું દબદબો રહ્યો છે. આ બેઠક પર ઠાકોર, કોળી પટેલ બન્ને સમાન જ્ઞાતિ ગણાય છે. આ જ્ઞાતિના મતદારો સૌથી વધુ છે. જ્યારે પટેલ એટલે કે પાટીદાર જ્ઞાતિ બીજા નંબરે છે. આ બેઠક પર એક ડઝનથી વધુ જ્ઞાતિના ઓબીસી વર્ગના મતો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article