Gujarat Election 2022: પ્રથમ મતદાનને યાદગાર બનાવવા ભાઈ-બહેન ઘોડેસવારી કરી મતદાન કરવા પહોંચ્યા

|

Dec 01, 2022 | 4:51 PM

સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ બહેનનો પ્રથમ વખત મત આપવા જવાની અનોખી ઈચ્છા જોવા મળી હતી. બંને ભાઈ બહેન ઘોડે સવારી કરી મતદાન મથક સુધી મત આપવા પહોંચ્યા હતા અને આ દિવસને કાયમ યાદગાર બનાવવા આ પ્રકારે ઉજવણી કરી હતી.

Gujarat Election 2022: પ્રથમ મતદાનને યાદગાર બનાવવા ભાઈ-બહેન ઘોડેસવારી કરી મતદાન કરવા પહોંચ્યા
Image Credit source: TV9 GFX

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પ્રક્રિયા આજે વહેલી સવારથી ચાલી રહી છે. આ વખતના મતદાનમાં અનેક નવા મતદારો ઉમેરાયા છે. આ પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં પણ કંઈક વિશેષ ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 18 વર્ષ પૂર્ણ કર્યા બાદ મતદાનનો હક મળ્યો હોવાથી લોકશાહીના આ પર્વને તેઓ યાદગાર રહે તે રીતે ઉજવી રહ્યા છે. ત્યારે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ બહેનનો પ્રથમ વખત મત આપવા જવાની અનોખી ઈચ્છા જોવા મળી હતી. બંને ભાઈ બહેન ઘોડે સવારી કરી મતદાન મથક સુધી મત આપવા પહોંચ્યા હતા અને આ દિવસને કાયમ યાદગાર બનાવવા આ પ્રકારે ઉજવણી કરી હતી.

મતદાન માટે ભાઈ બહેનની ઘોડેસવારી

સુરતના પારલે પોઈન્ટ વિસ્તારમાં રહેતા ચોકસી પરિવારના બે ભાઈ બહેન પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ આ વખતની ચૂંટણીમાં કરવાનો મોકો મળતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પાર્થ ચોક્સી અને દેવાંશી ચોક્સી બંને સગા ભાઈ બહેન આ વખતે પ્રથમ વખત મતદાન માટે મોકો મળ્યો છે. 18 વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ મતદાન કરવા માટેનું આ પ્રથમ ઈલેક્શન તેમના માટે આવ્યું છે. ત્યારે આ બંને ભાઈ-બહેનમાં એટલો ઉત્સાહ જોવા મળ્યો છે કે આ દિવસને તેઓ કંઈક વિશેષ રીતે અને યાદગાર બની રહે તેઓ પ્રયાસ કરવા માંગતા હતા. જેને લઈ બંને ભાઈ બહેન ઘોડે સવારી કરી મતદાન મથક સુધી પહોંચ્યા હતા.

યુનિક રીતે તહેવાર ઉજવતા હોય છે

ઘોડે સવારી પર મતદાન કરવા પહોંચેલા દેવાંશી ચોકીએ જણાવ્યું હતું કે હું દર વખતે વિચારતી હતી કે મને પણ આ મતદાન કરવાનો મોકો ક્યારે મળશે અને આ મતદાન માટે મને ખૂબ જ ઉત્સાહ હતો. મારા પરિવાર અને માતા-પિતા મતદાન કરવા જતા ત્યારે તેમની સાથે હું દર વખતે જતી અને ત્યારે પણ મને થતું કે મને પણ આ મતદાન કરવાનો મોકો ક્યારે મળશે. આજે મારા 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા અને જેની હું આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી તે મોકો મને આખરે મળ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આ પળ હું આજીવન યાદગાર બનાવી શકું તે માટે મેં મારા પિતા દિપકભાઈ ચોક્સીને કહ્યું હતું કે કંઈક યુનિક રીતે મતદાન કરવા જઈએ. દર વખતે તહેવાર હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય ત્યારે તેની ઉજવણી કરતા હોઈએ છીએ તો લોકશાહીના આ પર્વમાં પ્રથમ વખત જ્યારે ભાગ લેવાનો મોકો મળ્યો છે તો એની પણ યુનિક રીતે ઉજવણી કરવાની ઈચ્છા હતી, જેને લઈ અમે ભાઈ બહેન ઘોડે સવારી પર મતદાન કરવા પહોંચ્યા છે.

પ્રથમ મતદાનને યાદગાર બનાવવા ઘોડે સવારી કરી

પ્રથમ વખત મતદાન કરવા પહોંચેલા ભાઈ બહેનની જોડીમાં પાર્થ ચોક્સીએ જણાવ્યું હતું કે 18 વર્ષે પૂર્ણ થયા બાદ મારું મતદાન કાર્ડ બન્યું, ત્યારથી હું ઈચ્છતો હતો કે મને મતદાન કરવાનો મોકો મળે અને આ પળને હું આજીવન યાદ રાખી શકું તે રીતે ઉજવણી કરીને મતદાન કરુ.મારી બહેનનું પણ પ્રથમ મતદાન હતું, જેથી અમે ભાઈ બહેન પ્રથમ મતદાનને લઈ ખૂબ જ એક્સાઈટેડ હતા. અમે આ ઉત્સાહ ભાઈ બહેન કાયમી યાદ રાખી શકીએ અને આ લોકશાહીના પર્વને ઉત્સાહભેર ઉજવણી કરી શકીએ માટે ઘોડા પર સવારી કરી મતદાન કરવાનું નક્કી કર્યું હતું. આમ તો છોકરાઓ લગ્ન કરવા જતા હોય ત્યારે જ ઘોડે સવારી કરે છે, પરંતુ પ્રથમ વખતના મતદાનનો આ લાભ પણ લગ્ન પર ઘોડે સવારીના આનંદ જેટલો જ છે.

Next Article