
ગુજરાતની થરાદ બેઠકનું પરિણામ 2022 LIVE Updates : Gujarat Election 2022 બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરી એ એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 5,08,97,386ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરચંદ ચાવડા એ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 3,79,193 ની જંગમ મિલકત છે.
થરાદ બેઠક પર 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયુ હતુ. આ વખતે થરાદ બેઠક પરથી ભાજપના શંકરભાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. જયારે કોંગ્રેસ પાર્ટી તરફથી ગુલાબસિંહ રાજપૂત અને આપ પાર્ટી તરફથી વીરચંદભાઈ ચાવડાને ટિકિટ આપવામાં આવી હતી.
વર્ષ 2017ની ચૂંટણીમાં પણ ભાજપના પરબતભાઈ પટેલ આ બેઠક પરથી જીત્યા હતા.વર્ષ 2012ની ચૂંટણીમાં પણ ભાજપના પરબતભાઈ પટેલ જીત્યા હતા.થરાદના ધારાસભ્ય પરબતભાઇ પટેલ સાંસદ બનતા ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી રસપ્રદ બની હતી.પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાંથી જીવરાજ પટેલ ઉમેદવાર હતા. આ પેટાચૂંટણીમાં 6372 મતોથી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો હતો.
1967માં થરાદ બેઠકનું વિઘટન વાવ બેઠકમાં થયું, જે અનુસુચિત જાતિ માટે અનામત હતી. વર્ષ 2008-09માં થયેલા ડિમોલેશન બાદ થરાદ બેઠક ફરીવાર અસ્તિત્વમાં આવી. જેમાં પ્રથમ ચૂંટણી વર્ષ 2012માં યોજાઈ.થરાદ વિધાનસભા મતવિસ્તાર થરાદ સહિત લાખણી તાલુકાનો કેટલોક ભાગ ધરાવે છે.
જ્ઞાતિ પ્રમાણે જોઇએ તો, દેશી ચૌધરી પટેલ 33000, મારવાડી ચૌધરી પટેલ 21000, ઠાકોર 30000, દલિત 32000, મુસ્લિમ 12000, રબારી 9000, બ્રાહ્મણ 8000, પ્રજાપતિ 7000, માજીરાણા 7000, રાજપૂત 6000, જાગીરદાર દરબાર 5000, નાઈ 4500, માળી 3000 અને અન્ય 40,000 છે. થરાદમાં મુખ્યત્વે ચૌધરી પટેલોના વોટ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
થરાદ બેઠક પર કુલ 2,48,208 મતદારો છે. મહિલા મતદાતાઓની સંખ્યા 1,18,261 છે, તો પુરુષ મતદાતાઓની સંખ્યા 1,29,947 છે.
ભારત પાકિસ્તાનની સરહદથી 40 કિલોમીટર અને રાજસ્થાનની સરહદથી 15 કિલોમીટર દૂર આવેલું અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં વસેલું છે. થરાદ શહેરની સ્થાપના અંદાજે 2000 વર્ષ પહેલાં વાઘેલા રાજપૂતો દ્વારા કરવામાં આવી હતી.મલ્ટી મિલિઓનેર ગૌતમ અદાણીનું મૂળ વતન પણ થરાદ જ છે.
આ પણ વાંચો:
Published On - 3:41 pm, Thu, 8 December 22