Surat West Election Result 2022 LIVE Updates: સુરતની પશ્ચિમ બેઠક ઉપર પુર્ણેશ મોદીની જીત

Surat West MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: સુરતની દરેક બેઠકમાં ભલે પાટીદાર ફેક્ટર નિર્ણાયક ગણાતું હોય, પરંતુ ભાજપે આ બેઠકને સતત 8 ટર્મ એટલે કે 1990થી 2022 સુધી જાળવી રાખીને પોતાના મૂળ કેટલા મજબૂત છે તે સાબિત કરી દીધું છે.

Surat West Election Result 2022 LIVE Updates: સુરતની પશ્ચિમ બેઠક ઉપર પુર્ણેશ મોદીની જીત
Surat West election result 2022 live counting updates in gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 5:39 PM

ગુજરાતની સુરત પશ્ચિમ બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election  સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર પુર્ણેશ મોદીએ જીત મેળવી છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે સંજય પટવા ટિકિટ આપી  સુરત પશ્ચિમથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 2602936ની જંગમ મિલકત છે. તેમને  ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે પૂર્ણેશ મોદીને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા  2748623ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને B.Com LLB પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે મોક્ષેસ સંઘવીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2879606ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે B.Com LLB કર્યુ છે.

1990થી 2022 સતત 8 ટર્મથી ભાજપનો દબદબો

સુરતની દરેક બેઠકમાં ભલે પાટીદાર ફેક્ટર નિર્ણાયક ગણાતું હોય, પરંતુ ભાજપે આ બેઠકને સતત 8 ટર્મ એટલે કે 1990થી 2022 સુધી જાળવી રાખીને પોતાના મૂળ કેટલા મજબૂત છે તે સાબિત કરી દીધું છે. પૂર્ણેશ મોદી જેઓ સુરત શહેર ભાજપ પ્રમુખ પણ હતા, તેમણે 86,061 મત મેળવ્યા હતા. જ્યારે કોળી પટેલ સમુદાયના અગ્રણી સ્થાનિક નેતા પટેલ માત્ર 19,769 જ મેળવી શક્યા હતા.

સુરત પશ્ચિમ બેઠક પર મૂળ સુરતી અને મોઢ વણિક સમાજનું પ્રભુત્વ વધારે

સુરતના પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2 લાખ 55 હજાર 84 મતદારો છે. તેમાંથી 1 લાખ 29 હજાર 832 પુરૂષ મતદારો, 1 લાખ 25 હજાર 250 મહિલા મતદારો છે. પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં મોઢવણિક, જૈન, મુસ્લિમ અને ગુર્જર ક્ષત્રિય સમાજનો પ્રભાવ છે. ભાજપે અહીંથી મોઢવાણિક ઘાંચી (તેલી) સમુદાયના ઉમેદવારો ઉભા રાખ્યા છે. વર્ષ 2019ના આંકડાઓ અનુસાર આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 233342 છે. જે પૈકી સ્ત્રી મતદારો 114593 છે, જ્યારે પુરૂષ મતદારની સંખ્યા 118748 છે.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ