Shahera Election Result 2022 LIVE Updates : પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક ઉપર ભાજપના જેઠાભાઈ ભરવાડની જીત

|

Dec 08, 2022 | 1:55 PM

Shahera MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક પર ભાજપના જેઠાભાઈ ભરવાડની સતત છઠ્ઠીવાર જીત થઈ છે.

Shahera Election Result 2022 LIVE Updates : પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક ઉપર ભાજપના જેઠાભાઈ ભરવાડની જીત
Shahera Election Result 2022

Follow us on

Shahera MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati:  Gujarat Election 2022 પંચમહાલ જિલ્લાની શહેરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડની જીત થઈ છે. તેમણે 47 હજારના જંગી બહુમતથી જીત મેળવી છે. તેમણે BA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જંગમ મિલકત 4,12,81,971 છે. જ્યારે કોંગ્રેસે ખતુભાઈ ગુલાબભાઈ પગીને ટિકિટ આપી હતી. તેમણે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 55,45,207 જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ તખ્તસિંહ રવિસિંહ સોલંકીને ટિકિટ આપી છે. તેમણે આઈટીઆઈ અને ધોરણ 11 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 22,77,163 જંગમ મિલકત છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં શહેરા બેઠક ભાજપે જીતી

2022માં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ગત વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામો પર નજર કરીએ તો શહેરા બેઠક પર ભાજપના જેઠાભાઈ ભરવાડ સતત પાંચમીવાર જીત્યા હતા. ગત ચૂંટણીમાં જેઠા ભરવાડે 100383 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના દુષ્યંતસિંહ ચૌહાણને 59,314 મત મળ્યા હતા. ભાજપના જેઠા ભરવાડે દુષ્યંતસિંહને 41,069 મતોથી માત આપી હતી. જ્યારે નોટામાં 50101 મત પડ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

1998 બાદ શહેરા બેઠક પર ભાજપના જેઠા ભરવાડનું એકચક્રી શાસન

આ બેઠક પર 2002થી જેઠા ભરવાડનું એકચક્રી શાસન જોવા મળે છે. છેલ્લે 1998માં જેઠા ભરવાડ સમાજવાદી પાર્ટીમાંથી જીત્યા હતા ત્યારબાદ 2002ની ચૂંટણીમાં તેઓ ભાજપમાંથી જીત્યા હતા. 2002થી સતત તેઓ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને જીતી રહ્યા છે. 1998માં જેઠા ભરવાડ સમાજવાદી પાર્ટીમાંથી લડ્યા હતા અને ભાજપના ભૂપેન્દ્ર સોલંકીને 22,369 મતોથી હરાવ્યા હતા. ત્યારબાદ તેઓ 2002માં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના છત્રસિંહ ચૌહાણને 57,064 મતોથી માત આપી હતી. 2007ની ચૂંટણીમાં પણ જેઠા ભરવાડ ભાજપમાંથી જીત્યા હતા અને કોંગ્રેસના તખ્તસિંહ સોલંકીને 18,453 મતોથી હરાવ્યા હતા. 2012માં પણ જેઠા ભરવાડે કોંગ્રેસના તખ્તસિંહને 28,725 મતોથી હરાવ્યા હતા અને 2017માં પણ તેઓ સતત પાંચમીવાર જીત્યા હતા અને કોંગ્રેસના દુષ્યંતસિંહ ચૌહાણને 41,069 મતોથી હરાવ્યા હતા.

શહેરા બેઠક પર જાતિગત સમીકરણ

શહેરામાં જ્ઞાતિવાદી ફેક્ટર બહુ કામ કરે છે. શહેરામાં બારીયા ક્ષત્રીય સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ બેઠક પર બારીયા ક્ષત્રીય સમાજના 60 ટકા મતદારો છે. અહીં બારીય ક્ષત્રિય સમાજનો ઝુકાવ હંમેશા ભાજપ તરફી રહ્યો છે. એટલે જ શહેરા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. આથી જ અહીં 6-6 વાર જેઠાભરવાડ ચૂંટાતા આવ્યા છે.

2022ની ચૂંટણી મુજબ કુલ મતદારો

શહેરા બેઠક પર 2022ના ચૂંટણીપંચના ડેટા મુજબ પુરુષ મતદારોની સંખ્યા 1 લાખ 33 હજાર 684 છે. જ્યારે મહિલા મતદારો 1 લાખ 26 હજાર 860 છે. આ બેઠક પર કુલ મતદાતા સંખ્યા 2 લાખ 60 હજાર 544 મતદારો છે.
આમ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ પુરુષ મતદારોની 6 લાખ 64 હજાર 766 સંખ્યા છે, જ્યારે અને મહિલા મતદારોની 6 લાખ 34 હજાર 390 સંખ્યા મળીને કુલ 12 લાખ 99 હજાર 165​​​​​​​ મતદારો છે.

જેઠા ભરવાડની રાજકીય સફર

જેઠા ભરવાડ હાલ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ રહ્યા છે. ઉપરાંત પંચમહાલ ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. તેઓ 1998થી 2017 સુધી સતત પાંચવાર શહેરાથી ચૂંટાતા આવ્યા છે. તેમની સામે ગેરકાયદે બાંધકામનો આરોપ પણ વિપક્ષના નેતાઓએ લગાવ્યો હતો. ઉપરાંત શહેરામાં ચાંદણગઢ ગામમાં આવેલી વનવિભાગની જમીન પણ પચાવી પાડી હોવાનો આરોપ વિપક્ષે મુક્યો હતો.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 1:51 pm, Thu, 8 December 22

Next Article