Sayajigunj Election Result 2022 LIVE Updates : ગુજરાતની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કેયુર રોકડિયાની હાથમાં જીતની કમાન, કોંગ્રેસેના ઉમેદવાર અમી રાવતનું પત્તું ફાટ્યું

|

Dec 08, 2022 | 12:21 PM

Sayajigunj MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં વડોદરા જિલ્લામાં કુલ 10 બેઠકો છે. તે પૈકી 5 બેઠકો શહેર અને 5 બેઠકો ગ્રામ્ય વિધાનસભા બેઠકો આવેલી છે. જેમાં ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ જીત મેળવી છે.

Sayajigunj  Election Result 2022 LIVE Updates : ગુજરાતની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કેયુર રોકડિયાની હાથમાં જીતની કમાન, કોંગ્રેસેના ઉમેદવાર અમી રાવતનું પત્તું ફાટ્યું
Election Result 2022
Image Credit source: TV9 Gujarati

Follow us on

ગુજરાતની સયાજીગંજ  બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result   સયાજી ગંજની વાત કરીએ તો ભાજપે કેયુર રોકડિયાને મેદાનમાં ઉતાર્યા છે. કેયુર રોકડિયા પાસે કુલ જંગમ મિલકત રુપિયા4,46,50,640,68 છે. તેની પત્ની શ્રેયા કે, રોકડીયાની પાસે રુપિયા 2,83,25,719.36ની જંગમ મિલકત છે. ઉમેદવારના અભ્યાસની વાત કરીએ તો તેણે માસ્ટર ઓફ એન્જીનીયરીંગ સીવીલ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એન્જીનીયરીંગની ડિગ્રી મેળવી છે.અમી રાવતના જંગમ મિલકત વિશે વાત કરીએ તો તેની પાસે રુપિયા 93.50,000 છે.કોંગ્રેસેના ઉમેદવાર અમી રાવતના અભ્યાસની વાત કરીએ તો તેણે પી.જી.એચ.આર. ડીનો અભ્યાસ ધીએમએસ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યો છે.આમ આદમી પાર્ટીએ સ્વેજલ વ્યાસને મેદાનમાં ઉતાર્યા છે. તેના હાથ પરની રકમ રુપિયા 2,50,000 છે. ઉમેદવારની પાસે 10 તોલા સોનું છે. તે ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. ઉમેદવારના અભ્યાસની વાત કરીએ તો તેણે ડિપ્લોમા ઈન ઈવેન્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.

દરેક પક્ષ અને દરેક ઉમેદવારે કમર કસી

આ બેઠક પર ઓબીસી મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આ બેઠકમાં છાણી-નવાયાર્ડ વિસ્તારનું પ્રભુત્વ છે.જીતેન્દ્ર રતિલાલ સુખડિયા, ગુજરાત ના મોટા રાજકીય ચહેરાઓમાંથી એક છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અને દરેક ઉમેદવારે કમર કસી છે. ગુજરાતની સયાજીગંજ સીટ પર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતેન્દ્ર રતિલાલ સુખડિયા એ જીત મેળવી હતી.

 ચાર ટર્મથી ભાજપનો ભગવો લહેરાઈ

વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભા બેઠક પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઓબીસી જાતિ સાથે અન્ય જાતિના લોકો વસે છે. ઓબીસી મતદાર વધુ હોવાના કારણે છેલ્લા ચાર ટર્મથી ભાજપનો ભગવો આ બેઠક પર લહેરાઈ રહ્યો છે. વડોદરા શહેરની સયાજીગંજ વિધાનસભા જનરલ બેઠક પર કુલ 2,93,563 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,50,663 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,42,867 છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Published On - 12:20 pm, Thu, 8 December 22

Next Article