Savli Election Result 2022 LIVE Updates: સાવલી બેઠક પર ભાજપના કેતન ઇનામદારની જીત

Savli MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati:  2022માં પણ અહીં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કેતન ઈનામદારે પ્રચંડ જીત નોંધાવી હતી.

Savli Election Result 2022 LIVE Updates: સાવલી બેઠક પર ભાજપના કેતન ઇનામદારની જીત
Savli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 7:08 PM

ગુજરાતની સાવલી બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live  સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઈનામદારની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે કુલદિપસિંહ રાઉલજીને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 25,12,147ની જંગમ મિલકત છે. તેમને બેચલર ઓફ આર્ટસ અને બેચલર ઓફ લો સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે કેતન ઈનામદારને ટિકિટ આપી હતી. તેમની પાસે રૂપિયા 55,86,977ની જંગમ મિલકત છે. કેતન ઈનામદારના અભ્યાસની વાત કરીએ તો તેમને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય ચાવડાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેમની પાસે રૂપિયા 8,10,528ની જંગમ મિલકત છે. વિજય ચાવડાએ BA કર્યુ છે.

2022 અને 2017માં કેતન ઈનામદારની શાનદાર જીત

2022 માં પણ અહીં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે 2017માં આ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી હતી. 2017માં કેતન ઈનામદારે 97,646 મત મેળવ્યા હતા જ્યારે સાગર બ્રહ્મભટ્ટે 56,013 મત મેળવ્યા હતા. 2017માં ભારતીય જનતા પાર્ટીના કેતન ઈનામદારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટને 41,633 મતોના માર્જિનથી હરાવીને બેઠક જીતી હતી. સતત બે ટર્મથી કેતન ઈનામદારનો આ બેઠક પર દબદબો રહ્યો છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કેતનભાઈ ઈનામદાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર ખુમાનસિંહ ચૌહાણને માત આપી હતી.

વર્ષ 2020માં ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્યપદેથી આપ્યું હતું રાજીનામું

વર્ષ 2020માં સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. જીતુ વાઘાણી સાથે બેઠક કર્યા બાદ માગણીઓ સંતોષાવાની ખાતરી મળતાં કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચી લીધું હતું. કેતન ઈનામદારે પોતાના રાજીનામાં પત્રમાં સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાની અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો હતો. પત્રમાં કહ્યું હતું કે, ‘મારા મતવિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માગણીઓ સંદર્ભે સરકાર અને વહીવટી તંત્રના સંકલનના અભાવે તેમજ ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી. પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યપદની ગરિમા અને સન્માન જળવાતું નથી.’ ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકા 16 કરતાં વધુ સભ્યોએ તથા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 17 સભ્યોએ પોતાનાં રાજીનામાં આપી દીધા હતા. વર્ષ 2012માં ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી સમયે ટીકીટ આપવામાં ના આવતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાને ઊતર્યા હતા અને જીત હાંસલ કરી હતી.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">