
ગુજરાતની રાજકોટ પશ્ચિમ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 આ વખતની ટર્મમાં ભાજપના ઉમેદવાર ડો. દર્શિતા શાહે જંગી બહુમતીથી જીત મેળવીને કોંગ્રેસના ઉમેદવાર દિનેશકુમારને હાર ચખાડી છે. કોંગ્રેસે કાલરીયા મનસુખભાઈને ટિકિટ આપી રાજકોટ પુર્વથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 432411 ની જંગમ મિલકત છે. તેમને BSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે ડો.દર્શિતા શાહને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 34635527 ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને MBBS સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે દિનેશકુમાર મોહનભાઈ જોષીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 502043ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો ધોરણ 9 પાસકર્યુ છે.
રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપનો વર્ષોથી ગઢ રહી છે, 1977થી 2015 સુધી મહાપાલિકામાં માત્ર પાંચ વર્ષને બાદ કરતા દરેક વખતે ભાજપ સત્તા પર રહ્યું છે, લોકસભા બેઠક પર 20 વર્ષથી ભાજપનો કબજો રહ્યો હતો. આવી સ્થિતિમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક જીતવા માટે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ કદાવર ઉમેદવાર રાખવા પડશે.
ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર હાર્દિક પટેલની કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. તે સમયે ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી હતા અને કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ચૂંટણી લડી હતી. વિજયભાઈ રુપાણીને હરાવવા અને ભાજપનો ગઢ છીનવવા માટે ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાની પૂર્વની બેઠક ખાલી કરીને રાજકોટ પશ્ચિમથી લડવાનો નિર્ણય લીધો હતો. આ બેઠક પરની ચૂંટણી પર આખા રાજ્યની નજર હતી. આ ચૂંટણીમાં વિજય રૂપાણીનો 53 હજાર 755 જેટલા જંગી મતોથી વિજય થયો હતો.
આ બેઠક ભાજપ માટે એકદમ સુરક્ષિત છે. 1985થી 2002 સુધી વજુભાઈ વાળાએ આ બેઠક પર સતત જીત નોંધાવી હતી. બાદમાં 2002માં વજુભાઈએ નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી આપી હતી અને મોદી પોતાની પહેલી ચૂંટણી અહીં માત્ર 14,728 વોટથી જીત્યા હતા. જે બાદ છેલ્લે 2012માં વજુભાઈ વાળાએ આ બેઠક પર 24,500 વોટથી જીત મેળવી હતી. જોકે 2014માં તેમને ગવર્નર બનાવવામાં આવતા વિજય રુપાણી અહીં પેટા ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે જીત મળી હતી.
રાજકોટની પશ્ચિમ બેઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગઢ માનવામાં આવે છે. તેમજ લોહાણા, બ્રાહ્મણ, કડવા પાટીદાર, લેઉવા પાટીદાર, જૈન તેમજ લઘુમતી સમાજનું અહીંયાં પ્રભુત્વ જોવા મળે છે. કુલ મતદારો પૈકી બ્રાહ્મણ મતદારો અંદાજિત 20%, લોહાણા 20%, કડવા પાટીદાર 19%, લેઉવા પટેલ 15%, જૈન 12%, લઘુમતી 10% અને અન્ય 4% છે. અત્યાર સુધી કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષોએ મોટાભાગે કારડિયા રાજપૂત, લોહાણા, બ્રાહ્મણ તેમજ જૈન વાણિયા જ્ઞાતિમાંથી આવતા ઉમેદવાર ઉપર જ પોતાનું મોટાભાગે કળશ ઢોળ્યો છે.
આ પણ વાંચો:
Published On - 12:50 pm, Thu, 8 December 22