PM Modi Gujarat Visit : સૌરાષ્ટ્રની જનતાને PM મોદીએ આપી મોટી ભેટ, કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું કર્યુ લોકાર્પણ, જાણો કેમ ખાસ છે આ હોસ્પિટલ

|

May 28, 2022 | 11:53 AM

વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) હોસ્પિટલના લોકાર્પણ સમયે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે રાજકોટમાં (Rajkot) બનેલી આ આધુનિક હોસ્પિટલ લોકો માટે લાભદાયી બનશે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થય સેવા માટે ઉત્તમ બની રહેશે.

PM Modi Gujarat Visit : સૌરાષ્ટ્રની જનતાને PM મોદીએ આપી મોટી ભેટ, કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું કર્યુ લોકાર્પણ, જાણો કેમ ખાસ છે આ હોસ્પિટલ
PM Modi inaugurated KDP Multi-specialty Hospital

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રાજકોટના (Rajkot) આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કર્યુ છે. આ હોસ્પિટલ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ હોસ્પિટલના લોકાર્પણ સમયે પોતાના સંબોધનમાં જણાવ્યુ કે રાજકોટમાં બનેલી આ આધુનિક હોસ્પિટલ લોકો માટે લાભદાયી બનશે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં સ્વાસ્થય સેવા માટે ઉત્તમ બની રહેશે. આ હોસ્પિટલમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે.

વડાપ્રધાને કહ્યુ કે ,રાજકોટની આ હોસ્પિટલ જન જન સુધી સ્વાસ્થ્ય સુવિધા પુરી પાડવા માટે ઉત્તમ છે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્ર આરોગ્ય સેવામાં અગ્રેસર બનશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે

પીએમ મોદી રાજકોટ જિલ્લાના આટકોટમાં કે.ડી.પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ. 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં કેન્સર, ડાયાલિસીસ સહિત ગંભીર બીમારીઓની સારવાર કરવા માટેની સુવિધા હશે. માત્ર જસદણ જ નહીં અમરેલી અને ભાવનગર જિલ્લાના દર્દીઓને પણ તેમાં સારવાર મળશે. પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં બાળકો માટે NICUની પણ ખાસ સુવિધા છે.

પીએમ મોદી રાજકોટના આટકોટમાં બનેલી હોસ્પિટલનું લોકર્પણ કર્યુ છે, ત્યારે આટકોટમાં PMના કાર્યક્રમને લઈને ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ-ભાવનગર હાઇવે પર શનિવારે સવારે 6 થી બપોરે 3 ટ્રાફિક ડાઈવર્ટ રહેશે. તેમજ STસિવાયના ભારે તથા કોમર્શિયલ વાહનો, ખાનગી ટ્રાવેલ્સ માટે ડાઈવર્ટ રૂટનું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે.

હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે

આ હોસ્પિટલમાં આયુષમાન ભારત કાર્ડથી પણ સારવાર આપવામાં આવશે. આયુષ્યમાન કાર્ડ ન હોઈ તો કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ગરીબ દર્દીઓને સારવાર મળી રહે તેવો પ્રયાસ કરાશે. જેની પાસે આરોગ્ય માટેના કાર્ડ નહિ હોય તો પણ સારવાર કરવામાં આવશે. જે ગરીબ દર્દી પાસે રૂપિયા નહિ હોય તો પટેલ સેવા સમાજ ટ્રસ્ટ તેનો ખર્ચો ઉપાડશે. દર વર્ષે આ હોસ્પિટલ ચલાવવા પાછળ 1 કરોડનો ખર્ચ થશે. આ હોસ્પિટલથી સૌરાષ્ટ્રમાં આરોગ્યના નામે નવો ઇતિહાસ રચાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ પ્રવાસને લઈને લોકોમાં ઉત્સાહ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ આ પ્રસંગે ઉપસ્થિત છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે.

 

Published On - 11:47 am, Sat, 28 May 22

Next Article