ગુજરાતની પ્રાંતિજ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live પ્રાંતિજ વિધાનસભા બેઠક પર ભાજપના ગજેન્દ્ર પરમારની 44 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોગ્રેંસના બહેચરજી રાઠોડની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે ગજેન્દ્રસિંહ પરમારને ટિકિટ આપી પ્રાંતિજથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 2728932 ની જંગમ મિલકત છે. ગજેન્દ્રસિંહ પરમાર એ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે બેચરસિંહ રાઠોડને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 650000 ની જંગમ મિલકત છે. બેચરસિંહ રાઠોડના અભ્યાસની વાત કરીએ તો તેમણે ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અલ્પેશ નરેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 126318 ની જંગમ મિલકત છે.
પ્રાંતિજ બેઠક પર ક્ષત્રિય-ઠાકોર મતદારોનો પ્રભાવ છે. પરંતુ અહીં પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આ બેઠક પાટીદારો જે તરફ રહે છે, તેમનો વિજય સરળ બની જાય છે. 2017માં પણ પાટીદાર આંદોલનની અસર હોવા છતાં પાટીદારોએ ભાજપ તરફી મતદાન કર્યુ હતુ અને પરીણામ ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ તરફ મળ્યુ હતુ. ગજેન્દ્ર્સિંહ પરમારે 2017માં કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયાને હરાવ્યા હતા. આ પહેલા ભાજપના ગઢ સમાન આ બેઠકમાં બારૈયાએ 2012 માં ગાબડુ પાડ્યુ હતુ અને કોંગ્રેસને સફળતા અપાવી હતી. બાદમાં 2022 માં મહેન્દ્રસિંહે કેસરીયા કરતા પ્રાંતિજની બેઠક ભાજપ માટે ફરીવાર આસાન દેખાવા લાગી હતી.
આ બેઠક પર જે પક્ષે ક્ષત્રિય-ઠાકોરોને તક આપી તેમને સફળતા હાથ લાગી છે. જેમાં સૌથી વધારે વખત ભાજપ જ સફળ રહ્યુ છે. કૃષી પ્રધાન ગોવિંદભાઈ પટેલ બાદ આ બેઠક પર સતત ક્ષત્રિય ઠાકોર ઉમેદવારની જીત થઈ છે. તો વળી બેઠક પણ ભાજપને ફાળે જ રહી છે. અહીં પ્રધાન બનનારા ઉમેદવારને મોટેભાગે પરીણામ વિરુદ્ધ જ જોવા મળ્યુ હોવાનો સંયોગ રહ્યો છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ
Published On - 2:32 pm, Thu, 8 December 22