Gujarat Election : કોંગ્રેસમાં ઉમેદવારોની યાદીને લઈને હલચલ તેજ, રિપીટ થિયરી કે નવા ચહેરાઓને મળશે સ્થાન ?

|

Aug 31, 2022 | 12:53 PM

ગુજરાત કોંગ્રેસ 2022 વિધાનસભાની ચુંટણીને (Gujarat Election) લઇને 3 બેઠકો ઉપર ઉમેદવારોને જવાબદારી સોંપી દીધી છે, જ્યારે અન્ય સીટો ઉપર આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં અન્ય ઉમેદવારોનાં નામોની કોંગ્રેસ જાહેરાત કરી શકે છે.

Gujarat Election : કોંગ્રેસમાં ઉમેદવારોની યાદીને લઈને હલચલ તેજ, રિપીટ થિયરી કે નવા ચહેરાઓને મળશે સ્થાન ?
Gujarat Congresss

Follow us on

કોંગ્રેસ પાર્ટીએ સીઇસીના (Congress Excutive committee) સભ્યોની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે જગદીશ ઠાકોરે (jagdish thakor) ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વીકારી તે સમયે જ તેમણે જાહેરાત કરી દીધી હતી કે કોંગ્રેસ (Congress)  આ ચુંટણીમાં (Gujarat Election 2022) અગાઉથી જ યાદી જાહેર કરી દેશે. આ વખતે શક્યતા એ પણ છે કે મોટાભાગના ઉમેદવારો રિપીટ થઈ શકે છે.

અશોક ગેહલોતના શિરે ગુજરાતની જવાબદારી

સાથે જ એવી બેઠક જેમાં કોંગ્રેસ (Congress Party) ઓછા માર્જીન સાથે જીતી હોય અને  શહેરની સીટો ઉપર પણ કોંગ્રેસ આ વખતે ફોકસ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ A, B અને C એમ ત્રણ કેટેગરી સાથે યાદી તૈયાર કરીને સીટોને વિભાજીત કરી છે, તેમજ એ અનુસાર આવનારા સમયમાં નામો જાહેર કરવામાં આવશે.કોંગ્રેસમાં પ્રદેશના સંગઠન પ્રભારી તરીકે ડો. રધુ શર્માને (DR Raghu Sharma) જવાબદારી સોંપ્યા બાદ પણ જે પ્રકારે ભાજપમાં (BJP)  જનારા અને આપ સાથે જોડાનારાની યાદી સામે આવતાં જ કોંગ્રેસ પાર્ટીને ગુજરાત માટે જાદુગર એટલે કે અશોક ગેહલોતની યાદ આવી અને તેમની સાથે છત્તીસગઢનાં આરોગ્ય મંત્રી ટી. એસ. સિંહ દેવ અને મિલીંદ દેવરાને પણ જવાબદારી આપવામાં આવી.

ડૂબતી નાવને બચાવવા કોંગ્રેસની મથામણ

મહત્વનું છે કે,અશોક ગેહલોતને (Ashok Gehlot) જવાબદારી સોંપ્યા બાદ તેમણે ગુજરાતની મુલાકાત કરી, ત્યારથી જ પાર્ટીમાં હલચલ જોવા મળી રહી છે, ગુજરાતનાં રાજકારણને સમજનારા અને રાષ્ટ્રીય રાજકારણંમાં પણ પોતાની પકડ અને નામ ધરાવનારા અશોક ગેહલોતે ધારાસભ્યો અને નેતાઓ સાથે મુલાકાત કરીને 2022 વિધાનસભા ચુંટણીની (Gujarat Election) રણનિતીની શરુઆત કરી દીધી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તો બીજી તરફ વાંકાનેર અને દરિયાપુર સહિત જમાલપુર ખાડ઼ીયા સીટ ઉપર ત્રણેય હાલનાં મુસ્લિમ ધારાસભ્યોને મૌખિક સુચિત કરીને ચુંટણી પ્રચાર શરુ કરી દેવાની સુચના આપી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ આવનારી 15 સપ્ટેમ્બર સુધીમાં પાર્ટી અન્ય ઉમેદવારોની સુચિ પણ જાહેર કરી શકે છે.

Published On - 12:49 pm, Wed, 31 August 22

Next Article