ગુજરાતની પાદરા વિધાનસભા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election પાદરા બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલાની જીત થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંઘની હાર થઈ છે ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલા પાસે તેની પાસે અંદાજે 25 તોલા સોનું છે. એલ.એલ. બી નો અભ્યાસ કર્યો છે. તેની જંગમ મિલકત રુપિયા 24,63,915.40 છે. જશપાલસિંહ પઢિયારને કોંગ્રેસે ટિકિટ આપી છે. તેની જંગમ મિલકત રુપિયા 76,64,107,44 છે. કોંગ્રેસ અને ભાજપની સામે આમ આદમી પાર્ટીએ સંદીપસિંહ રાજ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેની હાથ પરની રોકડ 50,000 અને તેની પાસે 10,000 છે. 40 ગ્રામ સોનુ છે. તેની શૌક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો ઉમેદવારે બેચરલ ઓફ આર્ટસમાંથી ડિગ્રી મેળવી છે. તેની જંગમ મિલકત રુપિયા 2.00 લાખ છે.
પાદરા બેઠક કોંગ્રેસના કબજામાં હતી પરંતુ ભાજપના ઉમેદવારે આ બેઠક ઉપરથી મોટી જીત મેળવી છે તેમણે ટીવી9ના સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિકાસના કાર્યોના વચનોને કારણે તેમને આ જીત પ્રાપ્ત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉના કોઈ ધારાસભ્ય અહીં ફરક્યા જ નહોતા ત્યારે તેમણે મતદારો સાથે વાત કરીને તેમની સમસ્યાઓ અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે પાદરા, ગુજરાતની વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપરથી 2017માં જશપાલસિંહ મહેન્દ્રસિંહ ઠાકોરને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે કોંગ્રેસના ધારાસભ્ય છે. વર્ષ 2017માં કોંગ્રેસે આ સીટ પર પોતાની પકડ મેળવી લીધી હતીઅને ભાજપના દિશેનભાઇ પટેલને હરાવી કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે જીતનો પંજો લહેરાવ્યો હતો, આ વખતે ભાજપે ચૈતન્યસિંહ પ્રતાપસિંહ ઝાલાને ટિકિટ આપી છે.
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ ભવ્ય જીત નોંધાવી હતી. કોંગ્રેસના જશપાલસિંહ ઠાકોરે પાદરા નગરમાં જીત મેળવીને વિજય સરઘસ કાઢ્યું હતું. જેમાં ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. પાદરા બેઠક પર કુલ પુરુષ મતદારો 120578 તેમજ મહિલા મતદારો 113683 અને અન્ય મતદાર કુલ 4 છે. આ બેઠક પર ફરી એકવાર ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થશે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
Published On - 1:55 pm, Thu, 8 December 22