ગુજરાતની નિકોલ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election નિકોલ વિધાનસભા બેઠક પર ભાજપના જગદીશ પંચાલની 54 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના રણજીત બારડની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે જગદીશ વિશ્વકર્માને ટિકિટ આપી નિકોલથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 5,53,37,928ની જંગમ મિલકત છે. તેમને SYBA સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે રણજિત બારડને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 80,31,241ની જંગમ મિલકત છે. રણજિત બારડના અભ્યાસની વાત કરીએ તો તેમને BA સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે અશોક ગજેરાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 3,56,043ની જંગમ મિલકત છે. અશોક ગજેરાએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.
વિધાનસભા મતવિસ્તારના નવા સિમાકનથી નિકોલ બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ સતત આ બેઠક ઉપર ભાજપનો વિજય થતો આવ્યો છે. 2012ની ચૂંટણીમાં ભાજપના જગદીશ પંચાલે, કોંગ્રેસના નરસિંહ પટેલને 49,302 મતે હરાવ્યા હતા. જગદીશ પંચાલને 88,886 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના નરસિંહ પટેલને 39,584 મત મળ્યા હતા. જો કે, નરસિંહ પટેલ 2017ની ચૂંટણી બાદ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. 2017ની ચૂંટણીમાં જગદીશ પંચાલે કોંગ્રેસના ઉમેદવાર અને યુવક કોંગ્રેસના પૂર્વ યુવા પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહીલને હરાવ્યા હતા. જગદીશ પંચાલને 2017ની ચૂંટણીમાં 87764 મત મળ્યાં હતા. જ્યારે ઈન્દ્રવિજયસિંહ ગોહીલને 62884 મત મળ્યાં હતા. 2012ની ચૂંટણીની સરખામણીએ 2017ની ચૂંટણીમાં ભાજપની જીતની સરસાઈ ઘટી હતી. 24880 મતે ભાજપનો વિજય થયો હતો. ભાજપની સરસાઈ ઘટવા પાછળ પાટીદાર અનામત આંદોલનની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે.
નિકોલ બેઠક નવા સીમાંકનમાં જૂની નરોડા અને રદ્દ થયેલી રખિયાલ બેઠકમાંથી અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર સૌરાષ્ટ્રના પટેલ-ક્ષત્રિય તેમજ ઓબીસી અને મુસ્લિમ મતદારોનો ભારે પ્રભાવ છે. ભાજપ માટે આ બેઠક સલામત ગણાય છે. 2022ની ચૂટણીમાં મુસ્લિમ મતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત ઓવેસીના AIMIM પક્ષ વચ્ચે વહેચાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
નિકોલ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 2,53,552 મતદારો નોંધાયેલા છે. આ મતવિસ્તારમાં 2,53,552 પૈકી પુરુષ મતદારો 1 લાખ 36 હજારથી વધુ નોંધાયેલા છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1 લાખ 17 હજારથી વધુ નોધાઈ છે.
આ પણ વાંચો: