Morwa Hadaf MLA Gujarat Vidhan Sabha Election Result 2022 Live Updates in Gujarati: Gujarat Election Result પંચમહાલ જિલ્લાની મોરવાહડફ બેઠક પર ભાજપના નિમીષાબેન મનહરસિંહ સુથારની જીત થઈ છે. તેમની શૈક્ષણિક લાયકાત જોઈએ તો તેણે ધોરણ 12 સાયન્સ પાસ, પીટીસી, ડિપ્લોમા ઈન ઈલે. એન્જિનિયરિંગ, અને S.Y.B.A. વિથ પોલિટિકલ સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની જંગમ મિલકત 23,97,218.93 છે. જ્યારે કોંગ્રેસે સ્નેહલતાબેન ગોવિંદભાઈ ખાંટને ટિકિટ આપી છે. તેમણે PTC, B.Ed. અને M.Edસુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 19,51,604.81 ની જંગમ મિલકત છે. જ્યારે આમ આદમી પાર્ટીએ બાનાભાઈ ડામોરને ટિકિટ આપી છે. તેમણે બી.પી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 11,40,700ની જંગમ મિલકત છે.
2021માં મોરવા હડફ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર જીતેલા અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટનું નિધન થતા અહીં 2021માં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમા ભાજપના નિમીષાબેન સુથારની જીત થઈ હતી. નિમીષા બેન સુથારને 67,457 મત મળ્યા હતા. તેમણે કોંગ્રેસના સુરેશ કટારાને 45,649 મતોથી હરાવ્યા હતા. સુરેશ કટારાને માત્ર 21,808 મત મળ્યા હતા. આ તરફ અપક્ષ ઉમેદવાર સુશીલાબેન મૈદાને 2371 મતથી જ સંતોષ માનવો પડ્યો હતો.
ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાંટની જીત થઈ હતી. તેમણે 58,513 મત મેળવ્યા હતા. જ્યારે ભાજપના વિક્રમસિંહ ડિંડોરને 54,147 મત મળ્યા હતા. ભાજપના વિક્રમસિંહ ડિંડોરને 4366 મતથી અપક્ષના ભૂપેન્દ્રસિંહ ખાંટે માત આપી હતી.
પંચમહાલ જિલ્લાની મોરવાહડફ વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ 4થી વખત થયેલી ચૂંટણીમાં બીજી વખત આ બેઠક ભાજપે કબ્જે કરી હતી. આ બેઠકની રચના 2008 ના સીમાંકન પછી કરવામાં આવી હતી. 2012માં યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના સવિતાબેન ખાંટે જીતી હતી. જ્યારે ભાજપના બિજલભાઈ ખાંટની હાર થઈ હતી. 2017ની ચૂંટણીમાં આ બેઠક પર અપક્ષ ઉમેદવારની ભૂપેન્દ્રસિંહ ખાંટ જીત થઈ હતી જ્યારે 2021માં થયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પર ભાજપના નિમીષાબેન સુથારની જીત થઈ હતી.
મોરવા હડફ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો એટલે કે એસટી ઉમેદવારો માટે અનામત બેઠક છે. 125 મોરવા હડફ વિધાનસભા બેઠકને 2012માં અસ્તિત્વમાં આવ્યા બાદ એસટી ઉમેદવારો માટે અનામત બેઠક તરીકે જાહેર કરવામાં આવી હતી. આ બેઠક માટે વર્ષ 2012 માં યોજાયેલ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સવિતાબેન ખાંટનો વિજય થયો હતો. પરંતુ પરિણામના દિવસે તેમનું અવસાન થતાં વર્ષ 2013 માં પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. પેટાચૂંટણીમાં ભાજપના નિમિષાબેન સુથારનો જંગી લીડથી વિજય થયો હતો. ત્યાર બાદ વર્ષ 2017 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મોરવા હડફ બેઠક પરથી કોંગ્રેસ પક્ષ દ્વારા ભુપેન્દ્ર ખાંટને ટિકીટ આપવામાં ન આવતા ભુપેન્દ્ર ખાંટ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને અપક્ષ ઉમેદવાર તરીકે આ બેઠક પરથી નજીવી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા.
મોરવા હડફ વિધાનસભા મતવિસ્તારમાં 1 લાખ 15 હજાર 308 પુરુષ મતદારો, 1 લાખ 12 હજાર 894 મહિલા મતદારો સહિત કુલ 2 લાખ 28 હજાર 202 મતદારો છે.
જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કુલ પુરુષ મતદારોની 6 લાખ 64 હજાર 766 સંખ્યા છે, જ્યારે અને મહિલા મતદારોની 6 લાખ 34 હજાર 390 સંખ્યા મળીને કુલ 12 લાખ 99 હજાર 165 મતદારો છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ
Published On - 1:57 pm, Thu, 8 December 22