ગુજરાતની મહેસાણા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપના મુકેશ પટેલની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના પી.કે.પટેલની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે મુકેશ દ્વારકાદાસ પટેલને ટિકિટ આપી મહેસાણાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 30015208 ની જંગમ મિલકત છે. તેમણે બીઈ સિવીલ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે પ્રવિણભાઈ કેશવલાલ પટેલને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 18206112 ની જંગમ મિલકત છે. પ્રવિણભાઈ પટેલના અભ્યાસની વાત કરીએ તો તેમને એચ.એસ.સી સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે દિશાંત ધનજીભાઈ પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 353684 ની જંગમ મિલકત છે. દિશાંત પટેલે ડિપ્લોમા કર્યુ છે.
પૂર્વ નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલ 2022માં ચુંટણી લડવાની અનિચ્છા ઉમેદાવારો જાહેર થાય એ પહેલા જ દર્શાવી ચુક્યા હતા. ભાજપે તેમના બદલે નવા ચહેરાને મોકો આપ્યો છે. નીતિન પટેલ આ બેઠક પર 2012 માં 24 હજાર મતોથી વિજયી રહ્યા હતા એ વખતે તેમની સામે નટવર પટેલ કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા અને તેમના કરતા નિતીન ભાઈએ 15 ટકા વધુ મત મેળવ્યા હતા. 2017માં જીવાભાઈ પટેલ સામેની ટક્કરમાં 90 થી વધુ મતો પ્રાપ્ત થયા હતા.
આ બેઠક પર સૌથી વધુ પાટીદાર મતદારો છે. અંદાજે 24 ટકા જેટલા મતદારો પાટીદાર સમાજના છે. જ્યારે ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોની સંખ્યા 19 ટકાની આસપાસ છે. જ્યારે ત્રીજા સ્થાને અનુસૂચિત જાતીને મતદારો 12 ટકાથી વધારે છે. ચૌધરી સમાજના મતદારો ચારેક ટકા જેટલા છે. તો બક્ષીપંચ મતદારોની સંખ્યા 15 ટકાની આસપાસ રહેલી છે. મુસ્લિમ મતદારો બેઠક પર સાડા છ ટકા જેટલા છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ