Manjalpur Election Result 2022 LIVE Updates: માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલની જીત

|

Dec 08, 2022 | 7:00 PM

ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાં માંજલપુર વિધાનસભા બેઠક 145મો ક્રમ ધરાવે છે. આ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ભાજપના ઉમેદવાર યોગેશ પટેલની જીત થઈ છે.

Manjalpur Election Result 2022 LIVE Updates:  માંજલપુર બેઠક પર ભાજપના યોગેશ પટેલની જીત
માંજલપુર વિધાનસભા બેઠક
Image Credit source: TV9 Gujarati

Follow us on

ગુજરાતની માંજલપુર વિધાનસભા બેઠકનું પરિણામ 2022 LIVE Updates:  Gujarat Election Result Live માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલની જીત થઈ છે. ભાજપે યોગેશ પટેલને ટિકિટ આપી હતી. તેના હાથ પરની રોકડ વિશે વાત કરીએ તો તેની પાસે રુપિયા 1,13,313 રોકડ છે. તેની પાસે એક ઈનોવા ગાડી છે તેમજ અંદાજે 30 તોલા સોનું છે. જંગમ મિલકત રુપિયા 6,76,40,317.38 છે ડો.તશવિનસિંહને કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. તેના હાથ પરની રોકડ વિશે વાત કરીએ તો તેની પાસે રુપિયા 1,50,000 તેના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે માસ્ટર્સ ડિગ્રી ઈન ડેન્ટલ સર્જરીની ડિગ્રી મેળવી છે. તેની જંગમ મિલકત રુપિયા 1,89,46,149 છે. વિનય ચૌહાણ આમ આદમી પાર્ટી માટે મેદાનમાં ઉતાર્યા છે. તેની જંગમ મિલકત અંગે વાત કરીએ તો તેની પાસે રુપિયા 29,27,080 છે. તેણે બીએએલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

માંજલપુર બેઠક પર 216 મતદાન મથકો

માંજલપુર બેઠક પરથી ભાજપે યોગેશ પટેલને ટિકિટ આપી તેમજ કોંગ્રેસના ડો.તશવિન સિંઘ અને આમ આદમી પાર્ટીએ વિરલ પંચાલને ટિકિટ આપી હતી.પુરુષ 134015 મતદારો છે, મહિલા મતદારો 126045 છે તેમજ 6 અન્ય મતદારો છે. આમ કુલ 260066 મતદારો માંજલપુર બેઠક પરથી છે. આ બેઠક પર 216 મતદાન મથકો છે. ભાજપ અને કોંગ્રેસને 2017ની ચૂંટણીમાં અનુક્રમે 65.5 ટકા અને 30.35 ટકા મત મળ્યા હતા.

આ બેઠક પર ભાજપની સારી પકડ

ગુજરાત વિધાનસભાનીની 182 બેઠકમાં માંજલપુર વિધાનસભા બેઠક 145મો ક્રમ ધરાવે છે. માંજલપુર વિધાનસભા બેઠક વર્ષ 2012માં રાવપુરા વિધાનસભામાંથી છુટ્ટી પડીને નવી બેઠક બની હતી. જેમાં રાવપુરા વિધાનસભા અને શહેર વિધાનસભાના કેટલાક વિસ્તારનો સમાવેશ થાય છે. માંજલપુર વિધાનસભા બેઠક પર પાટીદાર, હિન્દીભાષી અને મરાઠી મતદારોનું પ્રભુત્વ વધારે હોવાનું જાણવા મળે છે. માંજલપુર બેઠક ઉપર કોઈ જાતિવાદનો પ્રશ્ન નથી. આ બેઠક ભાજપ સારી પકડ ધરાવે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી યોગેશ પટેલને ઉભા રાખ્યા હતા. જેમાં તેમને 105036 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ચિરાગ ઝવેરીને ટિકિટ આપવામાં આવી હતી. તેમને 46674 મત મળ્યા હતા. આ ચૂંટણીમાં યોગેશ પટેલની ઊંચી સરસાઈથી જીત થઈ હતી.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Next Article