
ગુજરાતની માણાવદર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 માણાવદર બેઠક પર કોંગ્રેસના અરવિંદ લાડાણીની 3500 મતથી જીત થઇ છે. અને, આ બેઠક પર ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાને હારનો સામનો કરવો પડયો છે.
આ વખતની ટર્મમાં કોંગ્રેસે અરવિંદ લાડાણીને માણાવદરથી ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 111654.28ની જંગમ મિલકત છે. તેમને ધોરણ SY B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે જવાહર ચાવડાને ટિકિટ આપી છે અને ઉમેદવાર બનાવ્યા છે. તેમની પાસે રૂપિયા 119875047ની જંગમ મિલકત છે. તેમને SSC સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે કરશન ભાદરકાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 100000ની જંગમ મિલકત છે. તેમને MA કર્યુ છે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો ભાજપના ઉમેદવાર સામે વિજય થયો હતો. હાલમાં માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ 2019ની આસપાસ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને 2019ની પેટા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર હતા. તેમની સામે કોંગ્રેસે અરવિંદ લાડાણીને ઊભા રાખ્યા હતા.
માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 125681 પુરૂષો તથા 114279 મહિલાઓ મળી કુલ 2,39,960 મતદારો નોંધાયા હતા. તેમણે 286 બુથ ઉપર મતદાન કર્યું હતું. માણાવદર બેઠકમાં વંથલી તથા મેંદરડા તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠક પર પાટીદાર મતદારોની સંખ્યા સૌથી વધુ છે. આંકડા મુજબ માણાવદર વિધાનસભામાં સૌથી વધુ કડવા પટેલ મતદારો છે છતાં પણ કડવા પટેલ ઉમેદવારને જવાહર ચાવડા હરાવતા આવ્યા છે.
આ પણ વાંચો:
Published On - 12:58 pm, Thu, 8 December 22