
ગુજરાતની મહુધા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result મહુધા વિધાનસભા બેઠક પર ભાજપના સંજયસિંહ મહિડાની 12 હજારથી વધુ મતથી જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના ઈન્દ્રજીતસિંહ ઠાકોરની હાર થઈ છે. મહુધા બેઠક ઉપરથી ભાજપે સંજયસિંહ મહીડાને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-10 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે તેમજ તેમની પાસે સ્થાવર મિલકત 3.2 કરોડ છે અને જંગમ મિલકત 74,87,501.82 છે. હાથ પર રોકડ રકમ કુલ 1,00,000 છે તો કોંગ્રેસે ઈન્દ્રજીતસિંહ પરમારને ટિકિટ આપી છે. જેમણે BA, LLB સુધીનો અભ્યાસ કરેલો છે અને જંગમ મિલકત 21,55,000 છે. હાથ પર રોકડ રકમ કુલ 3,00,000 છે. ત્યારે આમ આદમી પાર્ટીએ રવજીભાઈ વાઘેલાને ટિકિટ આપી છે. જેમણે ધોરણ-10 સુધીનો અભ્યાસ કરેલો છે અને તેમની પાસે જંગમ મિલકત 10,54,151 છે. હાથ પર રોકડ રકમ કુલ 50,000 છે.
ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં મહુધા બેઠક પર કોંગ્રેસે ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારને ટિકિટ આપી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભરતસિંહ રાયસિંગ પરમારને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહને 78,006 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ 64,405 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ જીત્યા હતા.
2017ની ચૂંટણીમાં મહુધા બેઠક પરથી ભાજપનો પરાજય થયા બાદ ભરતસિંહ પરમારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. તેઓ ચૂંટણીના થોડાં સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે કોંગ્રેસના અનેક કાર્યકરોએ પણ પક્ષ પલટો કર્યો હતો. ભરતસિંહ પરમારની મહુધા બેઠક પર હાર થઈ હતી.
મહુધા વિધાનસભા બેઠકનો સમાવેશ ગુજરાતની 182 વિધાનસભા બેઠકોમાં કરવામાં આવે છે. આ બેઠકના કુલ મતદારોની વાત કરીએ તો વર્ષ 2017માં કુલ 2,23,910 મતદારો હતા. જેના સરખામણીએ વર્ષ 2022માં મહુધા મતદાર ક્ષેત્રમાં કુલ 2,47,443 મતદારો છે. જેમાં 1,27,102 પુરૂષ, 1,20,337 મહિલા અને 04 અન્ય મતદારો છે.
આ બેઠક પર 1967થી ચૂંટણી થઈ રહી છે અને ભાજપ પક્ષ અત્યાર સુધી એક પણ વાર જીતી શક્યો નથી. 1985થી આ બેઠક સતત કોંગ્રેસના નામે રહી છે. આમ કહેવું હોય તો કહી શકાય કે તે કોંગ્રેસનો ગઢ રહી છે. વર્ષ 2017માં પણ કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ જીત્યા હતા.
આ પણ વાંચો: