Gujarat Assembly Election 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાની તૈયારી, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પંજો છોડી કમળ પકડી શકે છે

|

Mar 29, 2022 | 1:48 PM

અશ્વિન કોટવાલને વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયા હોવાની ચર્ચા છે. અશ્વિન કોટવાલ પણ કોંગ્રેસનો સાથ છોડે તો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો મળી શકે તેમ છે.

Gujarat Assembly Election 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવાની તૈયારી, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પંજો છોડી કમળ પકડી શકે છે
MLA Ashwin Kotwal (File Image)

Follow us on

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળી શકે છે. ખેડબ્રહ્માના કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપ (BJP)માં જોડાઇ શકે છે. 6 અપ્રિલે અશ્વિન કોટવાલ (Ashwin Kotwal) ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. હિંમતનગર ખાતે યોજાનારા ભાજપના સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ઉપસ્થિતિમાં તે સત્તાવાર રીતે કેસરિયો ધારણ કરી શકે છે. વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયા હોવાની ચર્ચા છે. અશ્વિન કોટવાલ પણ કોંગ્રેસનો સાથ છોડે તો કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ઝટકો મળી શકે તેમ છે.

કેમ નારાજ છે અશ્વિન કોટવાલ ?

અશ્વિન કોટવાલને વિધાનસભા વિપક્ષના નેતા ન બનાવતા તેઓ નારાજ થયા હોવાની ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજરીથી આ ચર્ચાઓ તેજ થઇ છે. કોંગ્રેસના આદિવાસી સત્યાગ્રહ કાર્યક્રમમાં પણ અશ્વિન કોટવાલ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભામાં ST વિભાગની ચર્ચામાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. વિધાનસભા સત્રમાં તેઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર હોવાની ચર્ચા છે. આમ અશ્વિન કોટવાલ ગમે ત્યારે કોંગ્રેસનો સાથે છોડી શકે છે. જો કે તેમના કોંગ્રેસ છોડવાથી કોંગ્રેસને મોટુ નુકસાન થઇ શકે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અશ્વિન કોટવાલની રાજકીય કારકિર્દી

અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મામાં ST અનામત બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તે ખેડબ્રહ્મા બેઠકથી સતત ત્રીજા વખત ચૂંટાયા છે. તેમણે 1996માં વિદ્યાર્થી પાંખ NSUIથી રાજકીય સફરની શરૂઆત કરી હતી. 2001માં તેઓ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રહી ચુક્યા છે. તો 2004માં સાબરકાંઠા જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા પણ બન્યા હતા. 2018માં વિધાનસભા દંડક તરીકે નિયુક્ત થયા હતા.

દર વિધાનસભાની ચૂંટણીમાં રાજકારણમાં પક્ષપલટાની મૌસમ ચાલતી જ હોય છે. જો કે આ વખતે કોંગ્રેસને ઘણા ઝટકા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી અગાઉ જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે તો દિનેશ શર્માએ પણ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. આ સિવાય મહેસાણામાંથી પણ અનેક કોંગ્રેસ કાર્યકર ભાજપમાં જોડાઇ ગયા છે. તો સુરેન્દ્રનગરમાંથી 200થી વધુ કોંગ્રેસ આગેવાનો ભાજપમાં સામેલ થયા છે.

આ પણ વાંચો-

Gandhinagar: ખેડૂતોને 6 કલાક વીજળી આપવા મુદ્દે આજે રાજ્ય સરકાર અને કિસાન સંઘ વચ્ચે બેઠક, કિસાન સંઘ જાહેર કરશે અગામી કાર્યક્રમ

આ પણ વાંચો-

Gandhinagar: CM બાદ હવે ભાજપ પાર્ટી પ્રમુખ પાટીલની ડિનર ડિપ્લોમસી, ચૂંટણીની રણનીતિ મુદ્દે થઈ શકે છે ચર્ચા

Next Article