Khambhalia Election Result 2022 LIVE Updates: ખંભાળીયા વિધાનસભા બેઠક પર ભાજપના મુળુ બેરાની જીત, ઈસુદાન ગઢવીની હાર

Khambhalia MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર આહીર વિક્રમભાઈ અરજણભાઈ માડમે પ્રચંડ જીત નોંધાવી હતી. તેમણે ભાજપના ઉમેદવાર કાળુભાઈ નારણભાઈ ચાવડાને હરાવ્યા હતા. આ બેઠક પર ભાજપના મુળુ બેરા જીત થઈ છે, તેમને આપના ઈસુદાન ગઢવીને હરાવ્યા છે.

Khambhalia Election Result 2022 LIVE Updates: ખંભાળીયા વિધાનસભા બેઠક પર ભાજપના મુળુ બેરાની જીત, ઈસુદાન ગઢવીની હાર
Image Credit source: TV9 GFX
| Edited By: | Updated on: Dec 12, 2022 | 4:59 PM

ગુજરાતની ખંભાળીયા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 ખંભાળીયા વિધાનસભા બેઠક ઉપર મુળુ બેરાની 17 હજારથી વધુ મતથી જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે વિક્રમ માડમને ફરી ટિકિટ આપી ખંભાળીયાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1,89,45,324ની જંગમ મિલકત છે. તેમને BA સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે માલુભાઈ હરદાસભાઈ બેરાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 62,56,326ની જંગમ મિલકત છે. માલુભાઈના અભ્યાસની વાત કરીએ તો તેમને SSC સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ઈસુદાન ગઠવીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 5,81,158ની જંગમ મિલકત છે. ઈશુદાન ગઢવીએ MA (JOURNALISM) કર્યુ છે.

2017માં પણ કોંગ્રેસની શાનદાર જીત

ખંભાળિયા વિધાનસભા બેઠક ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. 2017માં ખંભાળિયામાં કુલ 49.98 ટકા મતદાન થયું હતું. 2017માં કોંગ્રેસના માડમ વિક્રમ અરજણભાઈએ ભારતીય જનતા પાર્ટીના કાળુભાઈ નારણભાઈ ચાવડાને 11046 મતોની સરસાઈથી હરાવ્યા હતા. આ બેઠક માટે કુલ 20 ઉમેદવારો મેદાનમાં હતા. ખંભાળિયા વિધાનસભા બેઠક જામનગર લોકસભા હેઠળ આવે છે. આ બેઠકની રસપ્રદ વાત એ છે કે આ સંસદીય બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમ સાંસદ છે. માડમે કોંગ્રેસના મુરુભાઈ કંડોરિયાને 236804 મતોથી હરાવ્યા.

ખંભાળીયા બેઠકનું જાતિગત સમીકરણ

ખંભાળિયા બેઠક પર લગભગ 7 ટકા વસ્તી SC અને ST સમુદાયની છે. ખંભાળિયામાં જાતિ અને ધર્મના આધારે મુખ્ય સમુદાયો આહીર, જાડેજા, મુસ્લિમ, ચારણ, રબારી, ભરવાડ અને મહેર છે. આ જાતિના મતદારોનો પ્રભાવ અહીં વધુ જોવા મળે છે.

જાણો ખંભાળીયા બેઠક વિશે

ખંભાળિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના તાલુકા ખંભાળિયા તાલુકામાં આવેલું નગર છે જે જિલ્લા તેમજ તાલુકાનું મુખ્યમથક છે. આ સાથે જ ખંભાળિયા બેઠક ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા બેઠકો પૈકી 81 નંબરની બેઠક છે. આ બેઠક પરના મતવિસ્તારમાં કુલ 264459 મતદારો છે, જેમાંથી 137179 પુરૂષ, 127275 મહિલા અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા મતવિસ્તારમાં 59.89% મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 1:15 pm, Thu, 8 December 22