
ગુજરાતની કેશોદ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપના દેવાભાઈ માલમની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના હિરાભાઈ જોટાવાની હાર થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે હિરા જોટવાને કેશોદથી ટિકિટ આપી છે. તેમની જંગમ મિલકત 3,91,10,497 છે. તેમને ધોરણ TY BA સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે દેવા માલમને ટિકિટ આપી છે અને ઉમેદવાર બનાવ્યા છે. તેમની પાસે રૂપિયા 19,25,000ની જંગમ મિલકત છે. તેમને 4 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રામજી ચૂડાસમાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમને 12 પાસ સુધીનો અભ્યાસ કર્યો છે. જંગમ મિલકત વિશે કોઈ જાણકારી એફિડેવિટમાં ઉમેદવાર જાહેર કરી નથી.
કેશોદ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 1972 બાદ અહીંથી એકમાત્ર પરબત ચાવડાને બાદ કરતા કોંગ્રેસનો સ્વતંત્ર ઉમેદવાર ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યો છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર જયેશ લાડાણીની સામે ભાજપના કોળી ઉમેદવાર દેવાભાઈ માલમ વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેમાં કોળી મતદારોના પ્રભુત્વની વચ્ચે કોળી જ્ઞાતિના ઉમેદવાર દેવાભાઈ માલમ ધારાસભામાં પહોંચવામાં સફળ રહ્યા હતા. શંકરસિંહ વાઘેલાના સમયમાં થયેલા સત્તાપલટામાં અહીંથી ધારાસભ્ય બનેલા બચુભાઈ સોંદરવા રાજ્ય સરકારમાં પ્રધાન બનવામાં સફળ રહ્યા હતા. અહીંથી જ ધારાસભ્ય રહેલા માધાભાઇ બોરીચા અનુસૂચિત જાતિ નિગમના ચેરમેન પણ બન્યા હતા. વર્તમાન ધારાસભ્ય દેવાભાઈ માલમ રાજ્ય સરકારમાં રાજ્ય પ્રધાન તરીકે કામ કરી રહ્યા છે.
કેશોદ વિધાનસભા બેઠક પર અંદાજિત 2.25 લાખ મતદારો છે. જેમાં 1.22 લાખ પુરુષ અને 1.07 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોમાં 40 હજારની આસપાસ કોળી મતદારો, 38 હજારની આસપાસ લેઉવા અને કડવા પાટીદારો, 32 હજારની આસપાસ સોરઠીયા અને મસોયા આહિર મતદારો, 20,000 દલિત મતદારો, 9થી 10 હજારની વચ્ચે લઘુમતી મતદારો, 12 હજારની આસપાસ કાઠી, હાટી, મહિયા રાજપૂત દરબારો, 5 હજાર જેટલા મહેર, 3000 જેટલા લોહાણા, 4000 જેટલા બ્રાહ્મણ અને 2500 જેટલા સિંધી મતદારો કેશોદ વિધાનસભા બેઠક પર મહત્વના મતદારો છે.
કેશોદ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું શહેર અને મુખ્ય મથક છે. આ સાથે જ તે ગુજરાતની 182 વિધાનસભઆ બેઠકોમાંની એક છે. જૂનાગઢ જિલ્લાની 88 નંબરની કેશોદ વિધાનસભા બેઠક પર અંદાજીત 2.25 લાખ મતદારો મતાધિકાર ધરાવે છે. કેશોદ શહેરનો વસ્તી, કલા, શિક્ષણ, સુવિધા અને સાંસ્કૃતિક રીતે ઘણો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. તાલુકામાં મગફળી વિણાટ મિલ અને તેલ મિલનો ઉદ્યોગ મુખ્ય છે.
આ પણ વાંચો: