Katargam Election Result 2022 LIVE Updates: સુરત કતારગામ બેઠક ઉપર ભાજપના વિનુ મોરડિયાની જીત

|

Dec 08, 2022 | 5:45 PM

Katargam MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પ્રજાપતિ સમાજમાંથી આવેલા નંદલાલ પાંડવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવેલા જીજ્ઞેશ મેવાસાને મેદાનમાં ઊભા રાખ્યા હતા. તેમ છતાં કોંગ્રેસે આ બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Katargam Election Result 2022 LIVE Updates: સુરત કતારગામ બેઠક ઉપર ભાજપના વિનુ મોરડિયાની જીત
Katargam election result 2022 live counting updates in gujarati

Follow us on

ગુજરાતની કતારગામ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result  સુરતની કતારગામ વિધાનસભા બેઠક પરથી ભાજપના વિનુ મોરડિયાની જીત થઈ છે. આ વખતની ટર્મમાં કોંગ્રેસે કલ્પેશ વરીયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમણે 12  ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે વીનુ મોરડિયાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા  12792879ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમને 10 પાસ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 40000ની જંગમ મિલકત છે. અભ્યાસની વાત કરીએ તો તેમણે BA LLB કર્યુ છે.

2017માં ભાજપ તરફે રહ્યા હતા મતદારો

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં નાનુ વાનાણીની ટિકિટ કાપીને વિનોદ મોરડિયાને ધારાસભ્ય બનવાની તક આપી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજાને કાંટાની ટક્કર આપી હતી. જેમાં ભાજપ ઉમેદવાર વિનોદ મોરડિયાએ કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ મેવાસાને હરાવીને જીત મેળવી હતી. વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલન બાદ પણ આ બેઠક ભાજપ જીતવામાં સફળ રહ્યું હતું.

કતારગામ બેઠક પર પ્રજાપતિ અને પાટીદાર સમાજનું પ્રભુત્વ વધારે

આ વિધાનસભા બેઠક પર કુલ 2,77,436 મતદારો છે. આ મતદારોમાં 1,54,779 પુરુષ મતદારો છે અને 1,22,657 મહિલા મતદારો છે. પાટીદાર સમાજના મોટાભાગના લોકો સુરતના કતારગામ વિધાનસભા ક્ષેત્રમાં રહે છે. આ વિધાનસભા મતવિસ્તારમાં પ્રજાપતિ સમાજનું વર્ચસ્વ પણ છે અને મોટી સંખ્યામાં દલિત વર્ગ પણ વસવાટ કરે છે. જે પાટીદાર ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી આવે છે તેમનો મુખ્ય વ્યવસાય ડાયમંડ અને ટેક્સટાઈલ છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પ્રજાપતિ સમાજમાંથી આવેલા નંદલાલ પાંડવ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર સમાજમાંથી આવેલા જીજ્ઞેશ મેવાસાને મેદાનમાં ઊભા રાખ્યા હતા. તેમ છતાં કોંગ્રેસે આ બંને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

 

Next Article