
ગુજરાતની કડી બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live : કડી વિધાનસભા બેઠક પર ભાજપના કરશન સોલંકીની જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના પ્રવીણ પરમારની હાર થઈ છે. આ વખતની ટર્મમાં ભાજપે કરસનભાઈ સોલંકીને ટિકિટ આપી કડીથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા ની જંગમ મિલકત છે. તેમને BCOM સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે પ્રવિણભાઈ ગણપતભાઈ પરમારને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 3982905 ની જંગમ મિલકત છે. પ્રવિણભાઈ પરમારના અભ્યાસની વાત કરીએ તો તેમને ડિપ્લોમા સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે હરગોવનભાઈ કરસનદાસ ડાભીને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 11438250ની જંગમ મિલકત છે. વિજય પટેલે ડિપ્લોમા કર્યુ છે.
આ બેઠક પર 2017માં ભાજપના કરશનભાઈ સોલંકીએ કોંગ્રેસના રમેશભાઈ ચાવડાને 7746 મતોથી હાર આપી હતી. કરશનભાઈ સોલંકી એ 96 હજાર થી વધુ મતો મેળવ્યા હતા. જયારે કોંગ્રેસના રમેશભાઈ ચાવડાએ 88 હજારથી વધુ મતો મેળવ્યા હતા. આ પહેલા આ બેઠક પર 1990 થી પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઈ પટેલનો દબદબો રહ્યો હતો. 1990 થી 1998 સુધી સળંગ ત્રણ વાર નિતીનભાઈ પટેલ વિજયી રહ્યા હતા. 2002 દરમિયાન આ બેઠક પર કોંગ્રેસના બળદેવજી ઠાકોરે જીત મેળવી હતી. 2007માં ફરી એકવાર આ બેઠક પર નિતીનભાઈ પટેલ સફળ રહ્યા હતા. જોકે 2012 માં બેઠક અનામત હોઈ ભાજપે અભિનેતા હિતુ કનોડીયાને બેઠક પર ઉતાર્યા હતા. જેમની સામે કોંગ્રેસના રમેશભાઈ ચાવડાએ જીત મેળવી હતી. જોકે 2017માં આ બેઠક ભાજપ ફરી પોતાના હસ્તગત કરી લેવામાં સફળ રહ્યુ હતુ.
બેઠક અનુસૂચિત જાતી અનામત છે. જોકે અહીં અનુસૂચિત જાતીના મતદારોની સંખ્યા 20 ટકાની આસપાસ છે. જ્યારે પાટીદાર મતદારોની સંખ્યા 27 ટકા જેટલી છે. જ્યારે ઠાકોર સમાજના મતદારો 22 ટકા જેટલા છે. અહીં મુસ્લિમ મતદારો 9 થી 10 ટકા જેટલા છે. આમ આ બેઠક કોંગ્રેસ અને ભાજપ બંને માટે કાંટાની ટક્કર રુપ જોવામાં આવે છે. જોકે પાટીદારોનો ઝોક ઉમેદવારો માટે મહત્વનો રહે છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ