
ગુજરાતની પાવી જેતપુર બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election જેતપુરથી આ વખતની ટર્મમાં કોંગ્રેસે સુખરામસિંહ રાઠવાને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 1,02,77,490ની જંગમ મિલકત છે. તેમને ધોરણ 10 (ઓલ્ડ એસ.એસ.સી) સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે ભાજપે જયંતિ રાઠવાને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 15,90,518ની જંગમ મિલકત છે. જયંતિ રાઠવાના અભ્યાસની વાત કરીએ તો તેમને એફ.વાય.બી.એ સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે રાધિકા રાઠવાને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 56,930ની જંગમ મિલકત છે. રાધિકા રાઠવાએ બેચલર ઓફ હોટલ ટુરિઝમ મેનેજમેન્ટ કર્યુ છે.
2017માં આ બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જીતી હતી. 2017માં કોંગ્રેસ ભાજપ પર ભારે પડ્યું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સુખરામ રાઠવા વિજયી બન્યા હતા.
પાવી જેતપુર બેઠક પર આદિવાસીઓનું વર્ચસ્વ છે. તેથી આ મતદારો અહીં યોજાતી દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થાય છે. આ બેઠક પર મતદારોની વાત કરીએ તો અંદાજીત કુલ 2,65,752 મતદારો નોંધાયા છે. જેમાં 1,36,720 પુરૂષ મતદારો છે અને 1,29,032 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ
ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ