Jamnagar South Election Result 2022 LIVE Updates : જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર ભાજપના દિવ્યેશ અકબરીની જીત

Jamnagar South MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati : વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર દક્ષિણ વિધાનસભા પર મતદાતની કુલ ટકાવારી 53.84 નોંધાઈ હતી. જેમાં વર્ષ 2017 માં ભાજપના ઉમેદવાર આર.સી.ફળદૂ એ કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલ ને 53.84 વોટના માર્જીનથી હરાવ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર આર. સી. ફળદુને 71,718 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલને 55,369 મત મળ્યા હતા.

Jamnagar South Election Result 2022 LIVE Updates : જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર ભાજપના દિવ્યેશ અકબરીની જીત
Jamnagar South Asssembly Result 2022
| Edited By: | Updated on: Dec 08, 2022 | 12:46 PM

ગુજરાતની  જામનગર દક્ષિણ   બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election જામનગર જિલ્લાની જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે કથીરિયા મનોજભાઈને ટિકિટ આપી છે. તેમણે ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 4,57,84,799 ની જંગમ મિલકત છે. જ્યારે ભાજપે દિવ્યેશ અકબરીને ટિકિટ આપી છે. તેમણે બી.ઇ. મિકેનીકલ સુધીનોઅભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 1,94,67,345 ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ વિશાલ ત્યાગીને ટિકિટ આપી છે.તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે તેમની પાસે રૂપિયા 13,10,000 ની જંગમ મિલકત છે.

ભાજપના ઉમેદવાર આર. સી. ફળદુને 71,718 મત મળ્યા હતા

જેમાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જામનગર દક્ષિણ વિધાનસભા પર મતદાતની કુલ ટકાવારી 53.84 નોંધાઈ હતી. જેમાં વર્ષ 2017 માં ભાજપના ઉમેદવાર આર.સી.ફળદૂ એ કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલ ને 53.84 ટકા વોટના માર્જીનથી હરાવ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર આર. સી. ફળદુને 71,718 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક લાલને 55,369 મત મળ્યા હતા.

જામનગર દક્ષિણ બેઠક પર ભાજપનું વર્ચસ્વ

જામનગર દક્ષિણ બેઠક પરના જાતિગત સમીકરણની વાત કરીએ તો તેમા 19 ટકા મુસ્લિમ, 12 ટકા ઓબીસી, 11 ટકા એસ.ટી, અને 57 ટકા સામાન્ય છે. જામનગર દક્ષિણ બેઠક પર ભાજપનું વર્ચસ્વ જોવા મળે છે. આ બેઠકમાં વર્ષ 1990માં ભાજપના વસંત સંઘવીએ  જંગી બહુમતી નોંધાવી કોંગ્રેસના એમકે બલોચને હાર આપી હતી. વર્ષ 1995 અને 1998માં સતત બે ટર્મ સુધી ભાજપના પરમાનંદ ખટ્ટરે કોંગ્રેસના વિનોદરાય વસંતને મ્હાત આપી હતી.

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

Published On - 12:45 pm, Thu, 8 December 22