
ગુજરાતની જામનગર ગ્રામીણ બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election 2022 જામનગર જિલ્લાની જામનગર ગ્રામીણ વિધાનસભા બેઠક પર ભાજપના રાઘવજી પટેલની જીત થઈ છે. જેમાં કોંગ્રેસે આહીર જીવાભાઇ કુંભારિયાને ટિકિટ આપી હતી. તેમણે BA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે1,72,78,389ની જંગમ મિલકત છે. જ્યારે ભાજપે રાઘવજી પટેલેને ટિકિટ આપી છે. તેમણે એમ.એ પાર્ટ -1 સુધીનોઅભ્યાસ કર્યો છે. તેમની પાસે રૂપિયા 1,00,91,722 ની જંગમ મિલકત છે. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પ્રકાશ ધીરૂભાઈ ડોંગાને ટિકિટ આપી હતી. તેમણે BA,LLB સુધીનો અભ્યાસ કર્યો છે તેમની પાસે રૂપિયા 52,46,186 ની જંગમ મિલકત છે.
ગુજરાતમાં વર્ષ 2019 વિધાનસભાની પેટા- ચૂંટણી જામનગર ગ્રામીણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલ જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને 88,524 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ સાભયાને 55,232 મત મળ્યા હતા. જ્યારે આ પૂર્વે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ધારૈયા વલ્લભભાઈ વેલજીભાઈ વિજેતા થયા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલને 64, 353 મત મળ્યા હતા.
જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપર જાતિના ગણિતની વાત કરીએ તો મુસ્લિમ સમાજના મતદારો 18.42 ટકા, લેઉઆ પટેલના મતદારો 13.98 ટકા, કડવા પટેલના મતદારો 9.19 ટકા, ક્ષત્રિય સમાજના મતદારો 9.14 ટકા અને SC/STના મતદારો 9.01 ટકા છે.
આ પણ વાંચો:
Published On - 1:04 pm, Thu, 8 December 22