
ગુજરાતની જમાલપુર-ખાડિયા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live અમદાવાદ શહેરની જમાલપુર-ખાડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. ઇમરાન ખેડવાલાએ આ બેઠક પર જીત મેળવી છે. ઈમરાન ખેડાવાલાએ SSC સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 49,74,149.89 ની જંગમ મિલકત છે. જ્યારે ભાજપે ભૂષણ ભટ્ટને ટિકિટ આપી હતી. તેમણે સેકન્ડ યર બી. કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 47,36,947 રૂપિયા ની જંગમ મિલકત છે . જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ હારુન નાગોરીને ટિકિટ આપી હતી. તેમણે ધોરણ 9 સુધીનો અભ્યાસ કર્યો છે તેમની પાસે રૂપિયા 20,30,251 ની જંગમ મિલકત છે.
અમદાવાદની જમાલપુર ખાડિયા વિધાનસભાના જાતીય સમીકરણ પર નજર કરીએ તો જણાશે કે મતદારોમાં મુસ્લિમ 57 ટકા, દલિત 15 ટકા, ઓબીસી 7 ટકા, સવર્ણ 7 ટકા, અન્ય 14 ટકા જેટલાં છે. આમ, જોવા જઈએ આ બેઠક પર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ વધારે છે. તેમાં પણ મુસ્લિમમાં છીપા મતદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે.
આ વખતની વિધાનસભા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અસરુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઇએમએમ ઉમેદવાર તરીકે જમાલપુરના પૂર્વ ધારાસભ્ય અને છીપા ઉમેદવાર સાબિર કાબલીવાળાને ઉમેદવાર તરીકે મેદાનના ઉતાર્યા હતા. જેના પગલે આ વખતે કોંગ્રેસ અને ઔવેસીની પાર્ટી વચ્ચે મોટી જંગ જોવા મળે તેવું અનુમાન હતું. પરંતુ કોંગ્રેસે આ બેઠક પર જીત મેળવી છે.
આ બેઠક પર કુલ 206 પોલીંગ બુથ છે. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની Jamalpur Khadia બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડ જમાલપુર, ખાડિયા,બહેરામપુરા અને રાયખડ વોર્ડનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: