ગુજરાત(Gujarat) સરકાર 1 એપ્રિલથી ખેડૂતોને ડુંગળીની(Onion)ખરીદી પેટે 2 રૂપિયા વધુ ચુકવશે.(Assitance)રાજ્ય સરકારના નિર્ણયથી 35 હજાર ડુંગળી ઉત્પાદક ખેડૂત પરિવારોને તેનો ફાયદો મળશે. સરકારના આ નિર્ણયથી ભાવનગરના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા હતા અને ખેડૂતો પાયમાલ થયા હતા.તેને લઈ સરકાર ખેડૂતોને ડુંગળીમાં આર્થિક મદદ કરે તેવી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. હવે સરકારે આ નિર્ણય કરતા ખેડૂતોને રાહત મળી છે.30 એપ્રિલ સુધીમાં ડુંગળીના 50 કિલોના અંદાજે 45 લાખ કટ્ટા વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે. ત્યારે 2250 લાખ કિલોના બે રૂપિયા લેખે 45 કરોડ જેટલી સહાય ચૂકવાશે.
ભાવનગરના મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની 1.70 લાખ થેલીની બમ્પર આવક થઈ હતી. જેના પગલે યાર્ડ સત્તાધીશોએ લાલ ડુંગળીની ખરીદી બંધ કરી હતી.ખેડૂતોનું કહેવું છે કે માવઠાને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે.. અમુક ખેડૂતોએ એક, બે નહીં પણ ત્રણ-ત્રણ વાર ડુંગળીની વાવણી કરી.. બિયારણ ઉપરાંત ખાતર, જંતુનાશક દવાઓ પાછળ ખેડૂતોએ વીઘા દીઠ પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે.. પરંતુ બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ખેડૂતોની મહેનત એળે ગઈ છે.ધરતીપુત્રોને તેમની મહેનત પ્રમાણે ભાવ નથી મળતા તો ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી
આ પણ વાંચો : Ahmedabad માં એપ્રિલ મહિનામાં જ ગરમીએ રેકોર્ડ તોડ્યા, જાણો કેમ વધી રહી છે ગરમી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 9:52 pm, Wed, 27 April 22