Poll: હાર્દિક પટેલે રાજનીતિ છોડી દેવી જોઇએ કે નહીં, જાણો લોકોએ શું કહ્યું?

|

May 18, 2022 | 2:15 PM

Hardik Patel resigns from Congress: 24 એપ્રિલના રોજ TV9 દ્વારા લોકોને હાર્દિક પટેલે આગળ શું કરવું જોઇએ તે અંગેના સવાલ પુછવામાં આવ્યા હતા જેમાં 59 ટકા લોકોએ રાજકારણ છોડી દેવાની સલાહ આપી હતી.

Poll: હાર્દિક પટેલે રાજનીતિ છોડી દેવી જોઇએ કે નહીં, જાણો લોકોએ શું કહ્યું?
Hardik Patel (File photo)

Follow us on

હાર્દિક પટેલે કાંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ સાથે કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે હાર્દિક પટેલ આગળ શું કરશે, શું તે ભાજપ કે અન્ય કોઈ પક્ષમાં જોડાશે? આ બધી અટકળો વચ્ચે લોકોનું શું માનવું છે તે જોઈએ. હાર્દિકે જ્યારે પહેલી વખત કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી ત્યારે 23 એપ્રિલના રોજ TV9 દ્વારા લોકોને હાર્દિક પટેલે આગળ શું કરવું જોઇએ તે અંગેના સવાલ પુછવામાં આવ્યા હતા જેમાં 59 ટકા લોકોએ રાજકારણ છોડી દેવાની સલાહ આપી હતી.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

poll on facebook

 

TV9 દ્વારા 23 એપ્રિલના રોજ ફેસબુક પર કરવામાં આવેલા પોલમાં 58.12 ટકા લોકોએ એમ કહ્યું હતું કે હાર્દિકે રાજનીતિ છોડી દેવી જોઇએ, જ્યારે 27.78 ટકા લોકોએ કહ્યું હતું કે તેણે કોંગ્રેસમાં જ રહેવું જોઇએ જ્યારે માત્ર 11.15 ટકા લોકોએ કહ્યું હતું કે હાર્દિકે ભાજપમાં જોડાવું જોઈએ.

 

Poll on twitter

 

ટ્વીટર પર કરવામાં આવેલા પોલમાં 59.9 ટકા લોકોએ એમ કહ્યું હતું કે હાર્દિકે રાજનીતિ છોડી દેવી જોઇએ, જ્યારે 20 ટકા લોકોએ કહ્યું હતું કે તેણે કોંગ્રેસમાં જ રહેવું જોઇએ જ્યારે માત્ર 12.7 ટકા લોકોએ કહ્યું હતું કે હાર્દિકે ભાજપમાં જોડાવું જોઈએ.

હવે જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે આજે ફરીથી આ જ પોલ લોકો સમક્ષ મુક્યો છે. નીચે આપવામાં આવેલી લિંક પરત ક્લિક કરીને લોકો પોતાનો મત રજુ કરી શકે છે.

 

 

Published On - 2:05 pm, Wed, 18 May 22

Next Article