કોંગ્રેસ (Congress) ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ (Hardik patel) નો સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ હવે તે ચૂંટણી (election) લડી શકશે. આ રાહત મળ્યા બાદ તેણે કહ્યું છે કે હું ચૂંટણી તો લડીશ જ પણ ક્યારે અને ક્યાંથી લડીશ તે સમય જ નક્કી કરશે. હાર્દિક પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં જણાવ્યું હતું કે ચૂંટણી લડવી એ મારો ઉદ્દેશ નથી. ગુજરાતના લોકોનું સારૂ થાય, ગુજરાતના લોકોના પ્રશ્નો લોકસભા અને વિધાનસભામાં ઉઠાવી શકાય તે મહત્ત્વનું છે. વર્ષ 2019 ની ચૂંટણી લડવા માટે મેં સુપ્રીમમાં અરજન્ટ હિયરિંગ માંગ્યું હતું જે થયું ન હતું માટે ત્યારે ચૂંટણી લડી શક્યો ન હતો, પણ હવે ગુજરાતની પ્રજાના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવવા ચૂંટણી પ્રક્રિયામાં ઉતરીશ.
તેણે વકીલ અને શુભચિંતકોનો આભાર મામવાની સાથે એમ કહ્યું કે સરકારને પહેલાં પણ વિનંતી કરી હતી કે કેસનું નિરાકરણ લાવવામાં આવે પણ મારે કોર્ટના આદેશની રાહ જોવા પડી. હુ પહેલાં પણ મજબૂતાઇથી લોકો વચ્ચે જતો હતો અને એ જ પ્રકારે આગળ પણ જઇશ. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એ માત્ર હોદ્દો છે.
હવે ક્યારે ચૂંટણી લડવાના છો તેવા સવાલના જવાબમાં તેણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયાને સાત મહિનાનો સમય બાકી છે. કંઇ બેઠક પરથી ચૂંટણી લડવી એ હજુ નક્કી નથી પણ ચૂંટણી લડીશ એ નક્કી છે. રાજનીતિમાં હોય તે બધા લોકો એવું અચ્છા હોય છે કે તે વિધાનસભામાં કે લોકસભામાં લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરે.
કમાભાઇ રાઠોડના ભાજપમાં જોડાવા મુદ્દે હાર્દિકે કહ્યું કે કોઇ પણ વ્યક્તિને કોઇ પણ પક્ષમાં જોડવાનો અધિકાર છે. જો કોઇ વ્યક્તિ ભાજપામાં જોડાવા માંગતો હોય તો તેની સાથે ભાજપ તાત્કાલિક સંપર્ક કરતો હોય છે. નરેશ પટેલ વિશે કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી નરેશ પટેલ કોગ્રેસમાં જોડાશે તેવી વાત ચાલે છે પણ હજુ કોગ્રેસ પક્ષ દ્વારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. હું ઇચ્છું છું કે કોગ્રેસ હાઇકમાન્ડ જલદી આ બાબતે નિર્ણય કરે.
આ પણ વાંચોઃ Ahmedabad: પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો
આ પણ વાંચોઃ Surat : વર્ષો જૂની પાણી-ડ્રેનેજ લાઈન બદલવા માટે સુર્યપુર ગરનાળાથી લાલ દરવાજા સુધીનો રસ્તો 10મી મે સુધી બંધ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 1:09 pm, Wed, 13 April 22