ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022)છ મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસમાં (Congress)જૂથવાદ સામે આવ્યો છે. તેના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે (Hardik Patel) તેમની કથિત અવગણના બદલ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ પર તેમની “અવગણના” કરવાનો આરોપ લગાવતા, હાર્દિકે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે “પાર્ટીમાં મારી સ્થિતિ એક નવપરિણીત વર જેવી છે કે જેની નસબંધી કરાવવામાં આવી છે.” હાર્દિક પટેલે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને પાટીદાર નેતા નરેશ પટેલના કોંગ્રેસમા જોડાવવા આમંત્રણ આપવામાં આવ્યુ છે તેમના વિશે વાત કરી કે “હું ટીવી પર જોઉં છું કે કોંગ્રેસ 2022ની ચૂંટણી માટે નરેશ પટેલને સામેલ કરવા માંગે છે. હું આશા રાખું છું કે તેઓ 2027ની ચૂંટણી માટે નવા પટેલની શોધ નહીં કરે. પાર્ટી તેની પાસે જે લોકો પહેલાથી છે તેનો ઉપયોગ કેમ નથી કરતી?”
તાજેતરમાં જ જીપીસીસીએ કાર્યકારી પ્રમુખની સલાહ લીધા વિના 75 નવા જનરલ સેક્રેટરી અને 25 નવા વાઇસ પ્રેસિડેન્ટની જાહેરાત કરી છે. તે વિશે વાત કરતા હાર્દિકે કહ્યુ કે “મને GPCCની કોઈપણ મીટિંગમાં આમંત્રિત કરવામાં આવ્યો નથી, તેઓ કોઈપણ નિર્ણય લેતા પહેલા મારી સલાહ લેતા નથી અને પછી આ પોસ્ટનો અર્થ શું છે?” જોકે, કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલને જે પ્રકારની સત્તા અને સ્વતંત્રતાની આશા હતી તે મળી નથી. તે ભૂતકાળમાં ઘણી વખત સાઈડ લાઈન થવા પર પોતાની વ્યથા વ્યક્ત કરી ચૂક્યો છે. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને મોલ્ડ કરવા માટે પગલાં લીધાં નથી. હાર્દિક કહે છે કે પાટીદાર આંદોલનને કારણે કોંગ્રેસે 2015ની સ્થાનિક અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ હાર્દિક સાથે તેની ટિપ્પણી અંગે વાત કરશે, જ્યારે નરેશ પટેલ અંગેના નિર્ણય અંગે પાર્ટી અળગા રહી છે તે વાતને નકારી કાઢશે.
હાર્દિક હાલ કોંગ્રેસથી ખૂબ નારાજ ચાલી રહ્યો છે. જો કે કોંગ્રેસની પ્રભાવશાળી લોકોના હિસાબમાં હાર્દિક પટેલના યોગદાનને ઓળખીને જ રાહુલ ગાંધીએ તેને 2020 માં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા. ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં સૌથી યુવા હોવા છતાં, હાર્દિક પટેલ રાજ્યમાં સૌથી લોકપ્રિય યુવા નેતા છે. તેમણે 2015 માં લાંબા પાટીદાર સમુદાયના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, જેમાં તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારે હાર્દિકની ઉંમર માંડ 22 વર્ષની હતી.
હાર્દિક પટેલને 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે ચૂંટણી લડી ન હતી. કારણ કે તેમની ઉંમર ઓછી હતી. 2020માં, પાટીદાર નેતાને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે 2015માં અનામત ક્વોટા માટે પાટીદાર આંદોલન સાથે સંબંધિત એક કેસમાં તેમની સજા પર સ્ટે મુક્યો હતો.
1995થી સત્તામાંથી બહાર, ગુજરાત રાજ્ય કોંગ્રેસ પાસે મજબૂત નેતાઓની તીવ્ર અછત છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત તેના લગભગ તમામ મોટા નેતાઓ હારી ગયા હતા. જ્યારે હાર્દિક પટેલને 2020 માં કાર્યકારી પ્રમુખ તરીકે નામાંકિત કરવામાં આવ્યો હતો, ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે યોગ્ય સમયે પ્રમુખ પદ પર ઉન્નત થશે. પાર્ટીએ તેના બદલે ઓબીસી કેડરમાંથી એક ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરી. ત્યારે ખરેખર હાર્દિક સાઇડલાઇન થઇ ગયો છે કે કોંગ્રેસને તેના યુવા નેતાઓનું શું કરવું તે એક સવાલ છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો