Gujarat : વિધાનસભા ચૂંટણી નજીક આવતા હકારાત્મક બની સરકાર ! આ મોટા નિર્ણયોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ

|

Aug 31, 2022 | 7:22 AM

PM નરેન્દ્ર મોદીની ભાજપ કોર કમિટી સાથેની બેઠક બાદ રાજ્ય સરકાર (Gujarat Govt) એક્શનમાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલે બે દિવસમાં જ કર્મચારીઓ અને પ્રજાલક્ષી સાત મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે.

Gujarat : વિધાનસભા ચૂંટણી નજીક આવતા હકારાત્મક બની સરકાર ! આ મોટા નિર્ણયોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ
CM Bhupendra patel

Follow us on

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly election) નજીક આવતા જ વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓની (Govt employe) માગને લઈ રાજ્ય સરકાર હકારાત્મક બની છે.CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra patel) વિવિધ વિભાગના સરકારી કર્મચારીઓને લઈ બે દિવસમાં અનેક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં રાજ્યના પાંચ પ્રધાનોની કમિટી અને કર્મચારી આગેવાનો સાથેની બેઠક બાદ હડતાળનો આખરે અંત આવ્યો. જેમાં રાજ્ય સરકારે (gujarat Govt) કોરોના કાળમાં રજા સમયે આરોગ્ય કર્મચારીઓએ કરેલા કામનું વેતન ચુકવવા હામી ભરી.

CM ભૂપેન્દ્ર પટેલે બે દિવસમાં મહત્વના નિર્ણયો લીધા

સાથે જ આશાવર્કર બહેનોની વિવિધ માગણી સ્વીકારતા તેમની હડતાળ સમેટાઈ છે, રાજ્ય સરકારે આશા વર્કર બહેનોની 5 હજાર પગાર અને બે સાડી આપવાની માગ સ્વીકારી છે.બીજી બાજુ પોલીસ કર્મચારીઓના (Police Constable)  ભથ્થા મુદ્દે સરકારે જીઆર (GR) જાહેર કર્યો છે. જે મુજબ LRDના માસિક પગારમાં 3500, પોલીસ કોન્સ્ટેબલના 4000 રૂપિયા, હેડ કોન્સ્ટેબલના 4500 અને ASIના માસિક પગારમાં 5000નો વધારો થયો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભાજપ કોર કમિટી બેઠક બાદ રાજ્ય સરકાર એક્શનમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ કોર કમિટી સાથેની બેઠક બાદ રાજ્ય સરકાર (Gujarat Govt) એક્શનમાં આવી છે. CM ભૂપેન્દ્ર પટેલે બે દિવસમાં જ કર્મચારીઓ અને પ્રજા લક્ષી સાત મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે.જેમાં પોલીસ જવાનોના ભથ્થામાં વધારો કરાયો. તો આશાવર્કર બહેનોની માગણી સ્વીકારતા હડતાળ સમેટાઈ છે.આ ઉપરાંત વેટરનરી ઈન્ટર્ન તબીબોની (Intern doctors) હડતાળનો અંત આવ્યો છે.જ્યારે વર્ગ-3ના આરોગ્ય કર્મચારીઓની માગ સરકારે માની છે.અને એક મહિનામાં જ ઠરાવ કરવાની ખાત્રી આપતા હડતાળ મોકૂફ રહી છે. રાજ્યમાં ચોમાસાને પગલે તૂટેલા માર્ગોના નવરાત્રિ પહેલા સમારકામનો આદેશ અપાયો. તો 8 મનપાના આઉટગ્રોથ વિકાસ માટે 50 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે VCEની હડતાળ સમેટવા પણ વાતચીત ચાલી રહી છે.

Next Article