Gujarat Election 2022: ધોરાજીમાં વડાપ્રધાન કરશે ઝંઝાવાતી પ્રચાર, તંત્રની તડામાર તૈયારીઓ

|

Nov 19, 2022 | 3:11 PM

રાજકોટના ધોરાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાશે, તેના માટે એક લાખ લોકો માટે બેઠક સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં  PM મોદીની સુરક્ષા માટે IG, SP, SPG સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો  છે.

Gujarat Election 2022: ધોરાજીમાં વડાપ્રધાન કરશે ઝંઝાવાતી પ્રચાર, તંત્રની તડામાર તૈયારીઓ
ધોરાજીમાં વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારી

Follow us on

2022ના સત્તાના સંગ્રામ માટે આવતીકાલે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી રાજકોટના ધોરાજીમાં જંગી સભા ગજવશે. ત્યારે વડાપ્રધાનની સભામાં જનમેદની ભેગી કરવા ભાજપે શહેરના અનેક વિસ્તારોમાં ખાટલા અને ગ્રુપ બેઠકો યોજી હતી. ચૂંટણી પ્રચારના માધ્યમથી લોકોને સભામાં આવવા માટે પત્રિકાનું વિતરણ કર્યું હતું. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને સ્થાનિક ભાજપના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ચૂંટણીના પ્રચારમાં જોડાયા હતા. બીજી તરફ મોદીની સભાને લઈ વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ગુજરાત ચૂંટણી 2022: PMની જાહેર સભાની તૈયારીઓને લઈને ભાજપ નેતાઓએ સમીક્ષા કરી

રાજકોટના ધોરાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાશે, તેના માટે એક લાખ લોકો માટે બેઠક સહિત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં PM મોદીની સુરક્ષા માટે IG, SP, SPG સહિત પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. 2022ના સત્તાના સંગ્રામ માટે આવતીકાલે વડાપ્રધાન મોદી રાજકોટના ધોરાજીમાં જંગી સભા ગજવશે. ત્યારે વડાપ્રધાનની સભામાં જનમેદની ભેગી કરવા ભાજપે શહેરના અનેક વિસ્તારોમાં ખાટલા અને ગ્રુપ બેઠકો યોજી હતી. ચૂંટણી પ્રચારના માધ્યમથી લોકોને આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું હતું . પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને સ્થાનિક ભાજપના આગેવાન સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પ્રચારમાં જોડાયા હતા.

પીએમ આજથી કરશે ઝંઝાવાતી પ્રચાર

આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં ચૂંટણીનો ઝંઝાવાતી પ્રચાર કરશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મોટાભાગની સીટ પર મતદારોને રીઝવશે. PM મોદી આજે વલસાડના વાપીથી ભાજપના પ્રચારનો દૌર આગળ ધપાવશે. દમણના ડાભેલ ચેકપોસ્ટથી વાપીના ચલા વિસ્તારમાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે. જ્યારે વલસાડના જુજવામાં પીએમ જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાનને આવકારવા વલસાડ જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ અને સંગઠને તૈયારી કરી છે.

ગુજરાત ચૂંટણી 2022: ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Published On - 3:08 pm, Sat, 19 November 22

Next Article