Gujarat Election 2022 : અમદાવાદમા રન ફોર વોટ દ્વારા અચૂક મતદાનનો સંદેશ અપાયો, 15,000 રમતવીરોએ ભાગ લીધો

|

Nov 27, 2022 | 4:48 PM

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે આજે અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે 'અવસર લોકશાહી નો' અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે યોજાયેલ મેગા મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ મેગા મેરેથોન દોડમાં આશરે 15,000 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈને 'રન ફોર વોટ'ના સૂત્ર સાથે અચૂક મતદાનનો સંદેશ અમદાવાદના નાગરિકો સુધી પહોંચાડ્યો હતો.

Gujarat Election 2022 : અમદાવાદમા રન ફોર વોટ દ્વારા અચૂક મતદાનનો સંદેશ અપાયો, 15,000 રમતવીરોએ ભાગ લીધો
Ahmedabad Run For Vote

Follow us on

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે આજે અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભસદન ખાતે ‘અવસર લોકશાહી નો’ અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે યોજાયેલ મેગા મેરેથોન દોડને લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો. આ મેગા મેરેથોન દોડમાં આશરે 15,000 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈને ‘રન ફોર વોટ’ના સૂત્ર સાથે અચૂક મતદાનનો સંદેશ અમદાવાદના નાગરિકો સુધી પહોંચાડ્યો હતો. જેમાં રિવર ફ્રન્ટ ખાતે યોજાયેલ રન ફોર વોટ મેગા મેરેથોન દોડમાં વિવિધ શાળાના શિક્ષક. આચાર્ય. સંચાલકો. પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ અને કલેકટર કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારી ઓ અને નાગરિકો જોડાયા હતા. અને મતદાન જાગૃતિનો સંદેશ આપતા વિવિધ પોસ્ટર અને બેનર સહિત દોડવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લોકશાહીના આ ઉત્સવમાં  નાગરિકોને મતદાન કરવા અપીલ

આ મેગા મેરેથોન દોડ પ્રસંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલે જણાવ્યું કે, મહત્તમ લોકો મતદાન કરે તેની જાગૃતિ માટે આ મેગા મેરેથોન દોડનું આજે આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહીના આ ઉત્સવમાં તમામ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે અને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે એ આપણે સુનિશ્ચિત કરવાનું છે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો પોતાનો વોટ અવશ્ય કરે તેમજ અચૂકપણે મતદાન કરે એવો તેમણે અનુરોધ કર્યો હતો.

નિષ્પક્ષ મતદાનના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા

મેરેટજોન દરમિયાન મતદાન જાગૃતિ અભિયાન-સ્વીપ (SWEEP)ના મુખ્ય નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા મતદાનનું મહત્ત્વ સમજાવવા સાથે સ્વાગત પ્રવચન આપી માહિતી પૂરી પાડવામાં આવી હતી. જે કાર્યક્રમમા સ્વીપના આસિસ્ટન્ટ નોડલ ડૉ. એમ.આર. કુરેશી દ્વારા ઉપસ્થિતોને ” હું ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે , આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં હું કોઈ પણ ધર્મ, જાતિ, ભાષાના ભેદભાવથી દૂર રહીને અને કોઈ પણ રીતે પ્રલોભિત થયા સિવાય, અચૂક મતદાન કરીને લોકશાહીના આ અવસરને ઊજવીશ’ શબ્દો સાથે અચૂક અને નિષ્પક્ષ મતદાનના સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યા હતા.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

આ મેરેથોનમાં નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વાઢેર, શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ, આઈ.કે. પટેલ, નોડલ ઓફિસર જે.કે. પટેલ, ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથપાલ અને યુથ નોડલ ઓફિસર ડો.યોગેશ પારેખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમનું સંચાલન મધુબહેન મોદી અને ડી. એચ અમીન દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Published On - 4:40 pm, Sun, 27 November 22

Next Article