Gujarat Election 2022: બીજા તબક્કામાં PM નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ કરશે મતાધિકારનો ઉપયોગ, જાણો ક્યાં કરશે મતદાન

|

Dec 05, 2022 | 7:58 AM

Gujarat assembly election 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગુજરાતમાં મતદાન કરવાના છે. વડાપ્રધાન પોતાના મતનો અધિકાર અદા કરવાના છે.   

Gujarat Election 2022:  બીજા તબક્કામાં PM નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ કરશે મતાધિકારનો ઉપયોગ, જાણો ક્યાં કરશે મતદાન
BJP made a plan for 2024 Lok Sabha elections (File)

Follow us on

Gujarat assembly election 2022: 5 ડિસ્મેબર એટલે કે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી દીધી છે. ત્યારે ગુજરાતની આ ચૂંટણીમાં દિગ્ગજો પણ મતદાન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગુજરાતમાં મતદાન કરવાના છે. વડાપ્રધાન પોતાના મતનો અધિકાર અદા કરવાના છે.    તેઓ ગઇકાલે જ અમદાવાદ પહોંચી ગયા હતા. આજે તેઓ રાણીપ ખાતે મતદાન કરશે. નિશાન સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત  વચ્ચે મતદાન કરવાના છે. તો અમિત શાહ નારણપુરામાં મતદાન કરવાના છે.

PM મોદી રાણીપમાં કરશે મતદાન

પીએમ મોદી સવારે 9 કલાકે અમદાવાદ સાબરમતી વિધાનસભા વિસ્તારમાં આવતા રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પીએમ મોદીના મતદાનને લઇને રાણીપની નિશાન સ્કૂલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેઓ રાણીપમાં મત આપવાના છે તે અંગે માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા તબક્કાના મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

અમિત શાહ અમદાવાદના નારાણપુરામાં કરશે મતદાન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ 10.30 વાગ્યે અમદાવાદની નારાણપુરા વિસ્તારના મતદાન મથક પર પોતાનો મત આપશે. અમિત શાહે પણ યુવા મતદારોને મતદાન માટે અપીલ કરી છે, તેમણે લખ્યું કે, ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.

અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર થશે મતદાન

અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર થોડીવારમાં મતદાન પ્રક્રિયા શરૂ થશે. જો મતદારોની વાત કરીએ તો કુલ 60,04,737 મતદારો તેમનો કિંમતી મત આપશે. જેમાં પુરષ મતદારો 31,23,306 અને સ્ત્રી મતદારો 28,81,224 છે.

Next Article