Gujarat Election 2022 : ખેડાના મહુધા બેઠક પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જનસભા સંબોધી, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા

|

Nov 25, 2022 | 4:36 PM

ગુજરાતમાં આગામી 5મી ડિસેમ્બરે જ્યાં બીજા ફેઝમાં મતદાન થવાનું છે તે ખેડા જિલ્લાની મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાના પ્રચાર્થે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નડિયાદ અને મહુધા બેઠકના ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા હું અહીં આવ્યો છું.

Gujarat Election 2022 : ખેડાના મહુધા બેઠક પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  જનસભા સંબોધી, કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા
HM Amit Shah Address Election Rally Mahudha

Follow us on

ગુજરાતમાં આગામી 5મી ડિસેમ્બરે જ્યાં બીજા ફેઝમાં મતદાન થવાનું છે તે ખેડા જિલ્લાની મહુધા બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાના પ્રચાર્થે યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નડિયાદ અને મહુધા બેઠકના ભાજપના ઉમેદવારને વિજેતા બનાવવા હું અહીં આવ્યો છું. મહુધાના મતદારોએ નક્કી કરવાનું છે કે આપણો પ્રતિનિધિ કોણ હશે. કમળના નિશાન પર મત આપશો એ આવનારા પાંચ વર્ષ માટે ગુજરાતનું ભાવિ નક્કી કરનારો મત બની રહેશે. કોંગ્રેસના રાજમાં કોમી હુલ્લડો થતા કોંગ્રેસના રાજમાં કૌભાંડો સિવાય કંઈ જ નહોતું, જયારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાલક્ષી કામો કર્યા,ગરીબોના ઘરમાં વીજળી પહોંચાડવાનું કામ,પીવાનું પાણી પહોંચાડવાનું કામ,ગરીબ પરિવારોમાં બીમારીની ચિંતા દૂર કરવાનું કામ,માં કાર્ડ,પીએમજય યોજના,130 કરોડની જનતાને કોરોના સામે સુરક્ષા પુરી પાડવાનું કામ વગરે કામો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા છે. કોરોનામાં અને ત્યાર પછી ગરીબોના ઘેર મફત અનાજ આપવાનું કામ પણ ભ્રષ્ટચાર વિના થયું છે. ગુજરાતમાં સૌથી વધુ મૂડીરોકાણ, સૌથી વધુ સ્ટાર્ટ અપ થાય છે. કરફ્યુ ભૂતકાળ બની ગયો છે. ગુજરાતમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે.

વધુમા ગૃહમંત્રી અમિત  શાહે કોંગ્રેસના તૃષ્ટીકરણના રાજકારણને પણ આડે હાથ લીધી હતી. કાશ્મીરમાં 370 કલમ હટાવવાનું કામ ભાજપ સરકારની દેન છે.રામ મંદિરનું કામ પણ સુપેરે હાથ ધરાયુ છે. અંબાજી પાવાગઢ,કાશીવિશ્વનાથ, ઉજજેન મહાકાલના વિકાસમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે કામ કર્યું છે.ત્યારે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ ભુપેન્દ્ર પટેલના હાથ મજબૂત કરવા ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી લાવવા હાકલ કરી હતી.

આ જનસભાને સંબોધતા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ગોરધન ઝાડફિયાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા સ્વાભિમાની છે..અને સ્વાભિમાની જનતા ચૂંટણીમાં જવાબ આપવાનું જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રપ્રેમ અને પ્રજાલક્ષી કાર્યોથી સહુ વાકેફ છે ત્યારે તેમના વિશ્વાસને મજબૂત કરવા આપણે સહુ ભાજપના ઉમેદવારને ચૂંટી લાવવા હાકલ કરી હતી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ બેઠકમાં કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે,કેટલાક લોકો ઠાલા વચનો લઈને નીકળ્યા છે,કેટલાક મફત આપવા નીકળ્યા છે..પરંતુ તે લોકોની નજર ગુજરાતની તિજોરી પર છે.એવા લોકોની નજરથી ગુજરાતને બચાવવું છે.આ ગુજરાત 27 વર્ષ પહેલાં કેવું હતું..અને સતત 27 વર્ષ જનતાના આશીર્વાદથી ભાજપની સરકાર ગુજરાતમાં છે.જેમાં જનતાની સુખકારીમાં સતત વધારો થયો છે.માળખાગત સુવિધાઓ વધી છે..નર્મદા યોજનાનું કામ સુપેરે પૂરું થયું એ બધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને આભારી છે.

આપણે મહુધા સહિત ખેડા જિલ્લાની તમામ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તેવું મતદાન કરવાની આપણી સહુની જવાબદારી છે.આ જનસભામાં મહુધાના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહિડાએ ભાજપ તરફી મતદાન કરવા સહુ મતદારોને અપીલ કરી હતી.આ સંમેલનમાં મુખ્ય દંડક પંકજ દેસાઈએ પણ મહુધાના ઉમેદવાર સંજયસિંહ મહિડાને ચૂંટી લાવી આ બેઠક પર પરિવર્તન લાવવા જનતાને અપીલ કરી હતી

Next Article