Gujarat Election 2022: પંચમહાલ જિલ્લાની 5 બેઠક ઉપર 38 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી, 13 લાખ ઉપરાંત મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

|

Dec 04, 2022 | 1:09 PM

મતદાન (Voting) સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે.

Gujarat Election 2022: પંચમહાલ જિલ્લાની 5 બેઠક ઉપર 38 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી, 13 લાખ ઉપરાંત મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ
પંચમહાલમાં ઇવીએમ ફાળવવાની તૈયારીઓ

Follow us on

 ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:   પંચમહાલ જિલ્લાની 5 બેઠક ઉપર પણ તંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તંત્ર દ્વારા ઇવીએમના ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજા તબક્કામાં  કુલ 1,510 મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયા યોજાશે. મતદાન માટે 1943 BU, 1943 CU અને 2125 VVPATનો ઉપયોગ થશે.  5 બેઠક ઉપર કુલ 38 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે કે કુલ 13 લાખ 1 હજાર 43 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ગુજરાત  ઇલેક્શન 2022:    આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન પ્રક્રિયા યોજાશે, ત્યારે ચૂંટણી પંચે મહાતૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કાની તૈયારી અંગે માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ કહ્યું કે ચૂંટણી પંચે વિશેષ તૈયારી પૂર્ણ કરી છે. મતદાન દરમિયાન કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 37 હજાર 432 બેલેટ અને 36 હજાર 157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40 હજાર 66 જેટલા VVPATનો પણ ઉપયોગ કરવામાં આવશે. એટલું જ નહીં બીજા તબક્કાના મતદાન દરમિયાન કુલ 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થવાનું છે.

 

વિથ ઇનપુટ ક્રેડિટ:  નિકુંજ પટેલ, પંચમહાલ ટીવી9

Published On - 1:04 pm, Sun, 4 December 22

Next Article