Gujarat Election 2022 : મતદાન સંપન્ન થયા બાદ આ ધારાસભ્યએ માન્યો લોકોનો આભાર અને કર્યો પ્રચંડ જીતનો દાવો

|

Dec 02, 2022 | 9:59 AM

ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ચૂંટણી બાદ મતદારોનો આભાર માનતા મોટી સરસાઈથી જીત મેળવવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષ 2017માં તેઓ જીત્યા હતા તેના કરતાં પણ વધારે મતથી તેઓ જીતી જશે. સાથે જ તેમણે AAP ને ભાજપીની બી ટીમ ગણાવી હતી  

Gujarat Election 2022 : મતદાન સંપન્ન થયા બાદ આ ધારાસભ્યએ માન્યો લોકોનો આભાર અને કર્યો પ્રચંડ જીતનો દાવો
લલિત વસોયાએ સ્વીકારી હાર

Follow us on

 ગુજરાત ચૂંટણી  2022:  ગત રોજ પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન સંપન્ન થયા બાદ રાજકોટ જિલ્લાની ઉપલેટા ધોરાજી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સ્થાનિક મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે લોકોએ પોતાની નાગરિક તરીકેની ઉત્તમ ફરજ નિભાવીને લોકશાહીમાં મતદાન કર્યું છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હું પાંચ વર્ષથી જનતાની સાથે જ છું તેથી જનતાએ મારામાં વિશ્વાસ મૂક્યો છે અને સતત સહકાર આપ્યો છે. ગત રોજ કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ આદર્શ સ્કૂલમાં મતદાન કર્યું હતું.

લલિત વસોયાએ મોટી સરસાઈથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ચૂંટણી બાદ મતદારોનો આભાર માનતા મોટી સરસાઈથી જીત મેળવવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષ 2017માં તેઓ જીત્યા હતા તેના કરતાં પણ વધારે મતથી તેઓ જીતી જશે. સાથે જ તેમણે AAP ને ભાજપીની બી ટીમ ગણાવી હતી

 ગુજરાત ચૂંટણી  2022: વર્ષ 2017થી  છે લલિત વસોયાના દબદબો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનને કારણે ધોરાજી ઉપલેટાની સીટ પર પાટીદાર અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર એવા લલિત વસોયા કોંગ્રેસમાંથી 25,000 જેટલા મતના લીડથી વિજેતા થયા હતા. વાત કરીએ તો ધોરાજી ઉપલેટાની બેઠક આમ રસાકસીભરી બેઠક રહી છે. આ બેઠક ઉપરથી વિઠ્ઠલ રાદડિયા ભાજપમાંથી બે વખત ચૂંટાયા છે અને કોંગ્રેસમાંથી પણ ચૂંટાયા છે અને જયેશ રાદડિયાએ  પણ પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત આ બેઠક પરથી કરી હતી અને તેઓ તેમની કારર્કિર્દીમાં પ્રથમવાર ધોરાજીની બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.  વર્ષ 2017માં લલિત વસોયા કોંગ્રેસમાંથી અને ભાજપમાંથી પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ ચૂંટણી લડ્યા હતા. પરંતુ પાટીદાર અનામત આંદોલનનું ફેક્ટર ચાલી જતા અહીંયાથી લલિત વસોયા ખૂબ  જંગી બહુમતીથી ચૂંટાયા હતા અને હરિભાઈ પટેલે કારમી હારનો સામનો  કરવો  પડ્યો હતો.  લલિત વસોયાનું ગઢ ગણાતા ધોરાજી ઉપલેટાની સીટ પર કમળ ખીલાવવા માટે ભાજપએ એડીચોટીનું જોર લગાવ્યું છે અને આ વખતે તેમની સામે મહેન્દ્ર પાડલિયાને ઉતાર્યા હતા ત્યારે હવે ચૂંટણી પરિણામના દિવસે જ ખબર પડશે કે અહીં કોનું વર્ચસ્વ રહેશે.

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ  હુસેન કુરેશી, ધોરાજી ઉપલેટા ટીવી9

Next Article